- સાબરકાંઠામાં વિસરાતી પરંપરા યથાવત
- ઉત્તરાયણના દિવસે દેવ ચકલી નક્કી કરે છે આગામી વર્ષનો વરતારો
- સ્થાનિકોમાં ખુશી
સાબરકાંઠા: ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પતંગ, દોરી સહિત દાન અને પૂણ્ય અવસર મનાય છે, પરંતુ સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉતરાયણ આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે. સાબરકાઠામાં આજના દિવસે દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે અને તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે. જે મુજબ આજે પણ સાબરકાંઠાના ઇડર તાલુકાના આદિવાસી વિસ્તારમાં દેવ ચકલીની પૂજા કરી ઉડાડવામાં આવી હતી. જેમાં આ ચકલી લીલાા વૃક્ષો પર બેસી હતી. જેથી આગામી વર્ષ તમામ લોકો માટેે ફળદાયી હોવાનું આ લોકો માની રહ્યા છે.
સાબરકાંઠામાં વિસરાતી પરંપરા યથાવત
સાબરકાંઠાના ઇડર તાલુકાના ધોળીયા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા અનુસાર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. જે અંતર્ગત આજે ઉત્તરાયણ નિમિત્તે સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલીને પકડી તેની પૂજા કરી હતી. ત્યારબાદ ખુલ્લા વિસ્તારમાં તેને ઉડાડી મૂકતા દેવ ચકલી ઉડીને લીલી ડાળી ઉપર બેસતા આગામી વર્ષ સારા વરસાદની સાથે સાથે દરેક વ્યક્તિ માટે ફળદાયી બની શકે તેઓ વરતારો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચકલી સૂકા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ વરસાદ વિનાનું તેમજ અપશુકનિયાળ ગણાય છે.