ETV Bharat / state

સાબરકાંઠામાં ACBની સફળ ટ્રેપ, હિંમતનગરનો તોલમાપ અધિકારી 15 હજારની લાંચ લેતા ઝડપાયો - તોલમાપ અધિકારી

સાબરકાંઠા (Sabarkantha)ના હિંમતનગર (Himmatnagar)માં તોલમાપ અધિકારી આજે રૂપિયા 15 હજારની લાંચ (Bribery) લેતા ACBના છટકામાં આબાદ રીતે ઝડપાઈ જતા જિલ્લાના અધિકારીઓમાં ભારે ગભરાટ વ્યાપ્યો છે.

હિંમતનગરનો તોલમાપ અધિકારી 15 હજારની લાંચ લેતા ઝડપાયો

author img

By

Published : Oct 30, 2021, 10:19 PM IST

  • સાબરકાંઠામાં ACBની સફળ ટ્રેપ
  • તોલમાપ અધિકારી 15 હજારની લાંચ લેતા ઝડપાયા
  • ચકાસણી કરવા રૂબરૂ ન આવવા માગી હતી લાંચ

હિંમતનગર: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાત (Gujarat)માં લાંચરૂશ્વત (Bribery) લેનારા તત્વો સામે ACB પોલીસે જાણે કમર કસી હોય તેમ દિનપ્રતિદિન લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા ACB પોલીસ દ્વારા હિંમતનગરના મહેતાપુરામાં આવેલા તોલમાપ અધિકારીને લાંચ લેતા ઝડપી લેવાયા છે.

ACBએ પુરાવાના આધારે અટકાયત કરી

ઉલ્લેખનીય છે કે તોલમાપ અધિકારીએ રૂબરૂ ન આવવા તેમજ સ્ટેમ્પિંગ કરી સીલ મારવાની કામગીરી માટે રૂપિયા 15 હજારની લાંચ માગી હતી, જે અંતર્ગત ફરિયાદીએ લાંચરૂશ્વત અધિકારીનો સંપર્ક કરી આ મામલે શામળાજી-અમદાવાદ હાઇવે ઉપર પેટ્રોલ પંપ પાસે છટકું ગોઠવ્યું હતું.

વર્ગ-3ના અધિકારીની અટકાયત

ACBના આ છટકામાં હિંમતનગર ખાતે ફરજ બજાવતા વર્ગ-3ના હેમંતકુમાર વાણવી આબાદ રીતે ઝડપાઈ ગયા હતા,જેના આધારે લાંચરૂશ્વત અધિકારીએ આ મામલે વિવિધ પુરાવાઓ એકત્ર કરી તેમની અટકાયત કરી છે. જો કે સાબરકાંઠા જિલ્લામાં ACBની ટ્રેપ થતા જિલ્લાભરના અધિકારીઓમાં પણ વ્યાપક ખભરાટ વ્યાપ્યો છે.

15 હજારની લાંચ લેતા ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લામાં તોલમાપ વર્ગ-3ના અધિકારી ઉપર 15 હજારની લાંચ લેતા થયેલી અટકાયતના પગલે જિલ્લાભરમાં વ્યાપક ખળભળાટ વ્યાપ્યો છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે દિન-પ્રતિદિન ACBની કામગીરીના પગલે કેટલાય લાંચિયા બાબુઓ આબાદ રીતે ઝડપાઈ રહ્યા છે. આગામી સમયમાં આ મામલે લાંચિયા અધિકારીઓ પર વધુ ગાળિયો કસવામાં આવે તો જિલ્લામાંથી ઘણું મોટું નેટવર્ક બહાર આવે તેમ છે.

જિલ્લાભરમાં આવી ઝુંબેશ ચલાવવામાં આવે તો લાંચ લેતા અનેક ઝડપાય

આ મામલે આગામી સમયમાં વધુ પગલાં ભરવામાં આવી શકે છે. જો કે ACB પોલીસ આબાદ રીતે ઝડપેલા અધિકારીની સાથોસાથ જિલ્લાભરના અધિકારીઓ મામલે પણ ચોક્કસ ઝુંબેશ ચલાવે તો હજુ વધુ નામ ખૂલી શકે તેમ છે, ત્યારે જોવું રહ્યું કે આ મામલે લાંચરૂશ્વત વિભાગ કેવા અને કેટલા ભરશે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો

આ પણ વાંચો: પોલીસ ગ્રેડ પે આંદોલનઃ રાજ્યમાં 27 લોકો સામે ફરિયાદ, 229 પોલીસકર્મી સામે તપાસના આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.