ETV Bharat / state

સાબરકાંઠામાં લોકડાઉનનો ભંગ કરનાર સામે 1700થી વધુ ફરિયાદો નોંધાઇ

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ સંક્રમણને અટકાવવા માટે ચાલી રહેલા લોકડાઉનનો ભંગ કરનાર 1,700થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

સાબરકાંઠામાં લોકડાઉનનો ભંગ કરનાર સામે ૧,૭૦૦થી વધુ ફરિયાદો નોંધાઇ

author img

By

Published : Apr 28, 2020, 7:46 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્ર્મણ અટકાવવા લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કાયદાનો ભંગ કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉન અને જાહેરનામાના ભંગ કરવા બદલ કુલ 1,734 લોકો પર ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

આ લોકડાઉનનો નિર્ણય દેશની જનતાના હિત માટે અને આરોગ્ય માટે લેવાયો છે. પરંતુ કેટલાક લોકો આ લોકડાઉનનું પાલન કરવાના બદલે તેનો ભંગ કરી વહિવટી તંત્રના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. જિલ્લાના 1,734 થી વધુ લોકો સામે ગુનાઓ નોંધાયા છે. જેમાં કલમ 188 આઇ.પી.સી કલમ 135 જીપી એક્ટ 1951 હેઠળ 1626 ગુન્હા નોંધાયા, જ્યારે કલમ 269, 270 અને 271 આઇ.પી.સી અને ધ એપેડેમિક ડિસીઝ એક્ટ 2005 અનુસાર 75 ગુના નોંધાયા છે.

જોકે આગામી સમયમાં રાષ્ટ્રીય લોક ડાઉન મુદ્દે ઠોસ અમલવારી નહિ થાય તો, પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા વધુ ફરિયાદો થાય તેવી સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.