- ઇડરના ઝુમસરના આર્મી જવાન શહીદ
- અંતિમ વર્ષની નોકરી બની અંતિમ સફર
- સેનાના જવાનોએ સન્માન સાથે આપી અંતિમ વિદાય આપી
સાબરકાંઠા: જિલ્લાના ઇડરના ઝુમસર ગામના આર્મી રેજિમેન્ટમાં પૂના ખાતે ફરજ બજાવતા જવાન બ્રેઈન સ્ટ્રોકના લીધે શહીદ થયા છે. જેથી મંગળવારે તેમના પાર્થિવ દેહને મદરે વતન લાવી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આર્મી રેજિમેન્ટના જવાન શહીદ
સાબરકાંઠાના ઇડર તાલુકાના ઝુમસર ગામના કેવલ પટેલ આર્મી રેજીમેન્ટ 511માં ગત 16 વર્ષથી ફરજ બજાવતા હતા. જો કે, મંગળવારે તેમને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવતા તેમનું પૂના ખાતે અવસાન થયું હતું. જેના પગલે શનિવારે તેમના પાર્થિવ દેહને ઇડરના ઝુમસર ગામે લાવવામાં આવ્યો હતો અને દેશભક્તિના નારાઓ સાથે પુષ્પો થકી તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
રિટાયરમેન્ટના આખરી વર્ષની આખરી સફર
ગત 16 વર્ષમાં તેમને જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને કલકત્તા સુધી પોતાની ફરજ અદા કરી હતી તેમજ રિટાયરમેન્ટનું હવે માત્ર 1 વર્ષ જ બાકી હતું, પરંતુ રિટાયરમેન્ટ અગાઉ તેમનું અવસાન થયું છે. જેથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો.