સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં તીડનો આતંક વધી રહ્યો છે. જેનાથી ખેડૂતોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તીડને ભગાવવા માટે ઢોલ વગાડે, દવાઓનો છંટકાવ કરે છે અને ખેતરમાં ટાયર સળગાવે છે. પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ જોવા મળતુ નથી. તેથી આર્થિક નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતો તંત્રને પાસે મદદ માગી રહ્યાં છે.
દિવસેને દિવસે તીડ આતંક વધી રહ્યો છે. પવનની દિશા પ્રમાણે તીડનો કહેર સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે. જેની સામે સરકારના દ્વારા લેવાતા પગલાં વામણા સાબિત થઈ રહ્યાં છે. ત્યારે તીડરૂપી આતંક સાબરકાંઠાથી અરવલ્લી તરફ આગળ વધી રહ્યો છે.
હાલમાં તંત્ર દ્વારા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં તીડ આવી રહ્યા છે. જેની સામે 20થી 25 લોકો દ્વારા દવાનો છંટકાવ કરવાના પગલે તીડ રોકવાનો પ્રયાસ તદ્દન નિરર્થક સાબિત થઇ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં તીડરૂપી આફત ખેડૂતોને કેટલા રડાવશે એ તો આગામી સમય જ બતાવશે.