સાબરકાંઠા: ગતરાત્રિએ સમગ્ર જિલ્લામાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે લુણી નદીમાં પૂર આવ્યું હતું. જેના પગલે તલોદથી પોશીના નોકરી કરતા એક શિક્ષક બાઈક લઇને પસાર થતી વખતે નદીમાં તણાયા હતા. આ અંગે સ્થાનિકોને જાણ થતા તેમણે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી અને શિક્ષકને બચાવી લેવાયો હતો.
તલોદ નજીક લુણી નદીમાં શિક્ષક બાઈક સહિત તણાયો, સ્થાનિકોએ બચાવ્યો જીવ
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે તલોદમાં ગત રાત્રિ દરમિયાન ચાર ઇંચ વરસાદ ખાબકતા લુણી નદીમાં ભારે પૂર આવ્યું હતું. તલોદથી પોશીના નોકરી કરતા શિક્ષક સલાટપુર સ્લેબ ઉપર બાઈક સાથે પૂરના વહેણમાં તણાયા હતા. જોકે સ્થાનિકોના પ્રયાસથી તેમનો જીવ બચી ગયો હતો.
તલોદ નજીક લુણી નદીમાં શિક્ષક બાઈક સહિત તણાયો, સ્થાનિકોએ બચાવ્યો