ETV Bharat / state

કિસાન આંદોલન કોંગ્રેસ અને વિપક્ષનું રાજકીય આંદોલનઃ ભાજપ પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ - Rutvij Patel

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ પ્રદેશ યુવા અધ્યક્ષ ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં રેલી યોજાઇ હતી/ જ્યાં તેમણે નિવેદન આપ્યું હતું કે આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરાયા છે. તેમ જ દિલ્હીમાં ચાલી રહેલું આંદોલનએ લુપ્ત થતાં વિપક્ષ તેમ જ કોંગ્રેસની ચાલ છે. સાથોસાથ કોરોના વેક્સિન એ આત્મનિર્ભર ભારતની નિશાની છે.

કિસાન આંદોલન કોંગ્રેસ અને વિપક્ષનું રાજકીય આંદોલનઃ ભાજપ પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ

author img

By

Published : Jan 12, 2021, 3:38 PM IST

  • હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે યોજાઇ રેલી
  • ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષનું નિવેદનઃ આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
  • દિલ્હીનું કિસાન આંદોલન લુપ્ત થતાં વિપક્ષ તેમ જ કોંગ્રેસની ચાલ

    હિંમતનગરઃ આજે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. જેના પગલે ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલના અધ્યક્ષ સ્થાને યુવા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ઈટીવી સાથે વાત કરતા ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના આજથી શ્રીગણેશ કરાયા છે, સાથોસાથ દિલ્હીમાં ચાલી રહેલું આંદોલન એ લુપ્ત થતાં વિપક્ષ તેમજ કોંગ્રેસની ચાલ છે. કોરોના વેક્સિન આજથી ગુજરાતમાં આવશે, જે આગામી 16 તારીખથી કોરોના વોરિયર્સને આપવાની શરૂઆત કરાશે. જે આત્મનિર્ભર ભારતની કોરોના વ્યક્તિને પ્રથમ નિશાની બની છે.

  • સાબરકાંઠામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રેલી

    આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મહાકાલી મંદિરથી મહેતાપુરા સ્વામી વિવેકાનંદ ચોક સુધી ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ની ગેરહાજરી જોવા મળી હતી.જોકે ડીજેના તાલ સાથે યોજાયેલી ભવ્ય બાઇક લઇને પગલી સમગ્ર શહેરનું ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
    ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષનું નિવેદનઃ આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

  • ડીજેના તાલે યોજાઇ રેલી

જોકે સામાન્ય જનતા માટે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક તેમજ મ્યુઝિક સિસ્ટમ ઉપર પ્રતિબંધની વાતો વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપે યોજેલી રેલીમાં તમામ પ્રતિબંધ ફક્ત વાતો પુરવાર થયાં હતાં. રેલીની શરૂઆતથી લઈ અંત સુધી તમામ પ્રતિબંધની એસીતૈસીના દ્રશ્યો સર્જાયા હતાં શહેરમાં ભવ્ય બાઇક રેલીના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

  • લુપ્ત થતાં વિપક્ષ કોંગ્રેસની ચાલ

સાબરકાંઠામાં યોજાયેલી રેલીમાં etv સાથે એક્સક્લુઝીવ વાત કરતા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે દિલ્હીમાં થઈ રહેલું કિસાન આંદોલન એ લુપ્ત થતા વિપક્ષ તેમજ કોંગ્રેસની ચાલ છે ભારતનો કિસાન પહેલા પણ ભાજપની સાથે હતો અને આજે પણ ભાજપની સાથે છે 2022 સુધીમાં કિસાનોની આવક બમણી કરવા ના નિર્ધાર સાથે સરકારે કરેલા કામ કાજ એ કિસાનોની તરફ લઈ જનાર છે

  • આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

    આગામી સમયમાં સમગ્ર ગુજરાતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાલિકા તેમજ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રીગણેશ કરાયા છે. તેમ જ છેલ્લા કેટલાક સમયમાં ભાજપ દ્વારા કરાયેલા કામોની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવશે. જોકે આજે યોજાયેલી રેલી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલી સફળતા અપાવે છે એ તો આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.