સાબરકાંઠા ખેડબ્રહ્માથી 15 કીમી ગઢડા શામળાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. શ્રી શામળાજીની દશાવતાર સાથેની ભવ્ય પ્રતિમા ગુજરાતના લોક સમુદાય માટે આ એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ગઢડા શામળાજી તીર્થ સ્થાનની પૂર્વેમાં જગદંબામાં અંબાજીના બેસણા છે. આ વિસ્તારની આજુબાજુ પર્વત અને પશ્ચિમે સાબરમતી નદી કિનારો જે ધરોઈ ડેમનો નજારો શોભા વધારે છે. ચોમાસા પછી અહીંયા ધરોઈ જલગારમાં જળ નાનકડા સમુદ્રની જેમ હિલોળા લે છે. ધરોઈ જલગારના પણ ત્રિવેણી સંગમ રચાય છે. આજુબાજુ ખુલ્લી જગ્યા અનેરો વાતાવરણ જોવા મળે છે. હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ નજીક આ પવિત્ર સ્થાન જ્યાં ગામના પાદરે મંદિરની નજીક સુંદર તળાવો પર ફરવા લાયક જગ્યા જોવા મળે છે.
અદભૂત પ્રાકૃતિક સ્થળ ગઢડા શામળાજી ગામના પાદરે ગામની પૂર્વ દિશાની ટેકરી પર શામળીયા ભગવાનનું દિવ્ય અને અલૌકિક મૂર્તિ ધરાવતું શિખરબદ્ધ મંદિર આવેલું છે. તેની બાજુમાં આવેલો ધરોઈ ડેમ પૂરેપૂરો ભરેલો હોય ત્યારે આ મંદિર મીની બેટ દ્વારકા જેવું લાગે છે. દેવ ગદાધર શામળાજી ભગવાનની પૂરા કદની અદભુત શામળિયાની વિશાળકાય પ્રતિમા દેવ નિર્મિત હોય એવા ભાવ દર્શનાર્થીઓ અનુભવે છે.
પ્રતિમાની વિશેષતા ભગવાન વિષ્ણુના દશા અવતારોનું સુરેખ ચિત્રણ મૂર્તિ સ્વરૂપે કાળા આળસમાં વિશાળ પ્રતિમાની આસપાસ બન્ને બાજુ દર્શાવવામાં આવેલું છે. દા.ત. - મચ્છ, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, કૃષ્ણ, બૌદ્ધ અને કલ્કિ એમ ભગવાન વિષ્ણુના દસ અવતારોને દર્શાવવામાં આવેલા છે. પાષદો સાથેની શ્યામ સુંદર કૃષ્ણની આવી પુરા કદની મૂર્તિ સમગ્ર દેશમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દસ અવતાર સાથે ઉપર બ્રહ્મા, વિષ્ણુ પ્રતિમા અને શિવને પણ કોતરેલા છે. સમગ્ર પ્રતિમાઓ શેષનાગના પાસની જેમ કંડારેલા જોઈ શકાય છે. ભગવાનની મૂર્તિને સન્મુખ ગરૂડની કાળા આરસમાં કંડારાયેલી અદભુત પ્રતિમાના દર્શન હૈયામાં અન્નન્ય ઉર્જાનો સંચાર કરે છે. બે હાથ જોડેલી અને ભગવાનના આદેશની જાણે રાહ જોતા હોય એમ ગરુડજી બે શક્તિશાળી પાંખો સાથે બિરાજમાન છે.
મંદિર પરિસરમાં ગરુડજીની ભવ્ય પ્રતિમા મંદિર પરિસરમાં પ્રવેશતા મંદિરના રક્ષક દેવતા મહાકાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. મંદિરના પ્રાંગણમાં પશ્ચિમ દિશામાં રતનસિંહનો પાળીઓ દ્રશ્યમાન થાય છે. ઇડરના ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ઈડરના મહારાવ રાજા શ્રી રવિભાણ દ્વારા સંવત 1555માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. કેટલાક સંશોધકોના મતે આ મંદિર સોલંકી યુગનો માનવામાં આવે છે.
મંદિર અને ભગવાનની પ્રતિમા વિશે કથા પુરાતન કાળમાં પિંગલનાગ અને ગરુડનું આકાશમાં યુદ્ધ થયું હતું. તે સમયે પિંગલ નાગના મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુએ આ નાગને દર્શન આપ્યા હતા. તે સમયે ભગવાન વિષ્ણુએ જે સ્વરૂપે બાગને દર્શન આપેલા તે સ્વરૂપ મૂર્તિ રૂપે ગઢડા શામળાજીમાં બિરાજમાન છે એવું કહેવાય છે. આમ આ મંદિર અતિ પ્રાચીન છે. ભગવાન શામળિયાની આ મૂર્તિ અંગે એક દંત કથા આ પ્રમાણે ઘણા વર્ષો પહેલા શામળાજી પરદેશમાં માનવ વસ્તી પ્રમાણમાં ઓછી હતી અને જંગલનું પ્રમાણ વિશેષ હતું. આ પ્રદેશમાં વનરાજી ફુલીફાલી હતી. જ્યાં એક ખેડૂત જંગલમાં લાકડા કાપવા ગયો હતો તો મોટો ખાખરો પલાસનું ફૂલોથી લચી પડેલું વૃક્ષ જોઈ એને કાપવા લાગ્યો વૃક્ષ અડધું કપાયું અને કુહાડાના ઘા માંથી લોહીની ધાર છૂટી.
મૂર્તિમાંથી રસી નીકળે ખેડૂતને અચરજ થયું. બીજા લોકોને ગામમાંથી બોલાવી લાવ્યો. સૌએ જોયું તો ખરેખર ઉષ્ણ લોહી હતું. ખાખરાના થડ પાસેથી ખોદવાનું શરૂ કર્યું. સૌને આશ્ચર્ય વચ્ચે ભગવાન શામળિયાની આ ભવ્ય અલૌકિક પ્રતિમા પ્રાપ્ત થઈ જે પ્રતિમાનુ સ્થાપન ઉંચી ટેકરી ઉપર કરવામાં આવ્યું. એજ શામળાજી ભગવાન. કહેવાય છે કે અમુક સમયે ભગવાનના આ ઘા વાગેલાનું નિશાન હજી પણ મૂર્તિમાં દેખાય છે. તેમજ મૂર્તિમાંથી રસી (પરુ) નીકળે છે જે વખતે પાટો પણ બાંધવામાં આવે છે ત્યારે પણ એ દેખાય છે.
આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણનો ભાલકા તીર્થ સાથેનો સુવર્ણ ઈતિહાસ જાણો
શ્રાદ્ધ અને તર્પણનો અર્થ સત્ય અને શ્રદ્ધાથી કરવામાં આવેલા કર્મ શ્રાદ્ધ અને જે કર્મથી માતા-પિતા અને આચાર્ય તૃપ્ત થાય એ તર્પણ છે. વેદોમાં શ્રાદ્ધને પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ-તર્પણ આપણા પૂર્વજો, માતા પિતા અને આચાર્યના પ્રત્યે સન્માનનો ભાવ છે. આ પિતૃયજ્ઞ સંપન્ન થાય છે. સંતાનોત્પતિ અને સંતાનની યોગ્ય શિક્ષા-દીક્ષાથી. આનાથી જ પિતૃ-ઋણ પણ ચુકતે થાય છે. વેદાનુસાર યજ્ઞ પાંચ પ્રકારના હોય છે. બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ , વૈશ્વદેવ યજ્ઞ, અતિથિ યજ્ઞ. આ પાંચ યજ્ઞોને પુરાણો અને અન્ય ગ્રંથોમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. આ પાંચ યજ્ઞમાંથી જ એક યજ્ઞ છે પિતૃયજ્ઞ. જેને પુરાણમાં શ્રાદ્ધ કર્મની સંજ્ઞા આપવામાં આવી છે.
શ્રાદ્ધ કર્મનો સમય પિતૃયજ્ઞ કે શ્રાદ્ધકર્મને માટે અશ્વિન મહિનાનો કૃષ્ણપક્ષ જ નક્કી કરવામાં આવ્યો છે. સૂર્ય કે કન્યા રાશિમાં રહેતા સમયે અશ્વિન કૃષ્ણ પક્ષ પિત્તર પક્ષ કહેવાય છે. જે આ પક્ષ અને દેહ ત્યાગની તિથિ પર પોતાના પિતરોનુ શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી પિતર તૃપ્થ થઈ જાય છે. કન્યા રાશિમાં સૂર્ય રહેવા પર પણ જ્યારે શ્રાદ્ધ નથી થતુ તો પિતર તુલા રાશિના સૂર્ય સુધી સમગ્ર કારતક માસમાં શ્રાદ્ધની રાહ જુએ છે. તેમજ ત્યારે પણ જો ન થાય તો સૂર્યદેવના વૃશ્ચિક રાશિ પર આવતા પિતર નિરાશ થઈને પોતાના સ્થાન પર પરત ફરે છે.
આ પણ વાંચો એક સાથે 5 હજાર યુવાનોએ તલવારબાજી કરી બનાવ્યો વિશ્વ વિક્રમ
શ્રાદ્ધ કર્મના પ્રકાર નિત્ય, નૈમિત્તિક, કાંસ્ય, વૃદ્ધિ, પાર્વણ, સંઘિંડન, ગોષ્ઠ, શુદ્ધિ, કર્માંગ, દૈવિક, યાત્રા અને પુષ્ટિ. તર્પણ કર્મના પ્રકાર પુરાણોમાં તર્પણને વિભક્ત કરવામાં આવે છે. 1. દેવ તર્પણ 2. ઋષિ-તર્પણ 3. દિવ્ય માનવ તર્પણ 4. દિવ્ય પિતૃ તર્પણ 4. યમ-તર્મણ 5. મનુષ્ય-પિતૃ-તર્પણ. શ્રાદ્ધના નિયમ વ્યસન અને માંસાહાર સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં અવે છે. પૂર્ણત: પવિત્ર રહીને જ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. રાત્રે શ્રાદ્ધ નથી કરવામાં આવક્તુ. શ્રાદ્ધનો સમય બપોરે સાઢા બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે. કાગડા, કૂતરાં અને ગાયો માટે પણ અન્નનો અંશ કાઢે છે કારણ કે આ બધા જીવ યમના ખૂબ નિકટ છે.
શ્રાદ્ધ કર્મનો લાભ श्रद्धया दीयते यस्मात् तच्छादम्
ભાવાર્થ શ્રદ્ધાથી શ્રેષ્ઠ સંતાન, આયુ, આરોગ્ય, અતુલ, એશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. વ્યાખ્યામાં જોઈએ તો, વેદોના મુજબ આનાથી પિતૃઋણ ચુકવી શકાય છે. પુરાણો મુજબ શ્રદ્ધાયુક્ત થઈને શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃગણ જ તૃપ્ત નથી થતા, પણ બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, અષ્ટવસુ, વાયુ, વિશ્વેદેવ, ઋષિ, મનુષ્ય, પશુ-પક્ષી અને સરીસૃપ વગેરે સમસ્ત ભૂત પ્રાણી પણ તૃપ્ત થાય છે. સંતુષ્ટ થઈને પિતર મનુષ્યોને માટે આયુ, પુત્ર, યશ,સ્વર્ગ, કીર્તિ,પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે. Janmashtami 2022 Sabarkantha Janmashtami 2022 Krishna Janmashtami Puja Krishna Janmotsav In Sabarkantha happy janmashtami Gadhada Shamlaji temple Janmashtami