સાબરકાંઠાના હિંમતનગરથી મહેસાણા રોડ ઉપર આવેલા ગ્રામ પંચાયત સહિત તાલુકા પંચાયતમાં આવતા તમામ ગામડાઓમાં છેલ્લા ચાર વર્ષથી થઈ રહેલી ચોરીના પગલે સ્થાનિક લોકોએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ચોરી કરનારા લોકો સામે ઠોસ પગલા ભરવાની માંગ કરી હતી. જોકે છેલ્લા ચાર વર્ષથી પીડિત લોકોની વાત સાંભળી જિલ્લા પોલીસ વડાએ ચોરી થવા પાછળના કારણો તેમજ મોરસ ઓપરેન્ડી જાણીને તાત્કાલિક ધોરણે પગલા ભરવાની વાત કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં બાઇકો બેટરીઓ તેમજ મકાનોમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ,એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થતી ચોરીના બનાવો વધતા સ્થાનિક ગ્રામ્ય પોલીસ મથકમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર અપાયું હતું,તેમ જ સ્થાનિક પોલીસ સ્ટેશનને અપાયેલા CCTV ફૂટેજ પણ પાયાની વાત કરી હતી.
જોકે છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરીની કેટલાક ઇસમો ચોરી કરતા હોવાની રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં મોટા ભાગે કામકાજ કરી જીવન નિર્વાહ કરનારા લોકોની વસ્તી આવેલી છે ત્યારે ચોરી થવાના પગલે આ વિસ્તારના લોકોની ઉંઘ હરામ થઇ ચૂકી છે. તેમજ વારંવાર ચોરી થવા બાદ પણ પોલીસની કોઇ જ કાર્યવાહી ન થતા સ્થાનિકો ચોરોના ભય હેઠળ જીવન ગુજારી રહ્યા છે. સ્થાનિક લોકોએ એક તરફી જિલ્લા પોલીસ વડાને પોતાની કથની જણાવી હતી તેમજ ચાર વર્ષથી વિવિધ મુદ્દે થઈ રહેલી હેરાન ગતિ પણ જણાવી હતી. તેમજ ન્યાયની આશા સાથે આગામી બે મહિનામાં સ્થાનિક વિસ્તારમાં થયેલ ચોરી, ચોરીનો માલસામાન તેમજ આગામી સમયમાં કોઈપણ પ્રકારની ચોરી ન થાય તે પ્રકારની કાર્યવાહી કરવા સ્થાનિકોએ જણાવ્યું હતું.
જોકે છેલ્લા ચાર વર્ષથી શરૂ થયેલી ચોરીથી સમસ્યા આગામી કેટલા સમય સુધી સ્થાનિકોને પરેશાન કરશે અથવા ભોગવવી પડશે એ તો સમય બતાવશે પરંતુ હાલ પૂરતું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ચોરીની સમસ્યા અને ચોરી કરનારા તત્વો સુધી પહોંચવા માટે ફુલ એક્શન પ્લાન અમલી બનાવી તેવી જરૂરિયાત ઉભી થઈ છે.