ETV Bharat / state

દિવાળી પહેલા સાબરકાંઠાને મળી 18.43 કરોડના વિકાસકાર્યોની ભેટ

સાબરકાંઠામાં વિશ્વાસથી વિકાસયાત્રા (Vishwas thi Vikas Yatra) અંતર્ગત 18.43 કરોડ રૂપિયાના 82 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Inauguration of Development work in sabarkantha) કરવામાં આવ્યું હતું. જિલ્લાના તલોદ તાલુકામાં APMC હરસોક ખાતે રાજ્ય પ્રધાન ગજેન્દ્ર પરમારની ઉપસ્થિતિમાં (gajendra parmar minister) કાર્યક્રમ યોજાયો હતો.

દિવાળી પહેલા સાબરકાંઠાને મળી 18.43 કરોડના વિકાસકાર્યોની ભેટ
દિવાળી પહેલા સાબરકાંઠાને મળી 18.43 કરોડના વિકાસકાર્યોની ભેટ
author img

By

Published : Oct 22, 2022, 9:31 AM IST

સાબરકાંઠા વિશ્વાસથી વિકાસયયાત્રા (Vishwas thi Vikas Yatra) અંતર્ગત જિલ્લામાં વિવિધ વિકાસકામોની ભેટ (Inauguration of Development work in sabarkantha) અર્પણ કરવામાં આવી હતી. અહીં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વાસથી વિકાસયાત્રા ભાગ-2 અંતર્ગત જિલ્લાના તલોદ તાલુકામાં APMC હરસોલ ખાતે અન્ન અને નાગરિક સુરક્ષા રાજ્ય પ્રધાન ગજેન્દ્ર પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજ્ય પ્રધાન ગજેન્દ્ર પરમારની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

કામોનું ઈ ખાતમુહૂર્ત આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગ (નેશનલ હાઈવે) દ્વારા વિજયનગર ખાતે 4.52 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા રસ્તાનું ઈ-ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ દ્વારા પ્રાંતિજ ખાતે 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા સાયન્સ પાર્ક, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 21 લાખના ખર્ચે 14 કામ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 1.72 કરોડના ખર્ચે 27 કામોનું ઇ-ખાતમુહૂર્ત (Inauguration of Development work in sabarkantha) થયા હતા.

ઈ લોકાર્પણ જ્યારે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 4.7 કરોડ રૂપિયાના ખર્ચે ઈડરના રાવોલ ખાતે નિર્માણ પામનારા 66 કે.વી. સબ સ્ટેશન, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 લાખના ખર્ચ 16 કામો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 1.72 કરોડના ખર્ચે થનાર 22 કામોનું ઇ-લોકાર્પણ મહાનુભાવોના હસ્તે (Inauguration of Development work in sabarkantha) થયું હતું.

ડબલ એન્જિન સરકારની સિદ્ધિ આ પ્રસંગે રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, રોલ મોડેલ તરીકે ડબલ એન્જિનની સરકાર (Double Engine Government) જનતાના સપના સાકાર કરી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે જ્યોતિગ્રામ યોજના, 108 એમ્બ્યુલન્સ સેવા, આયુષ્યમાન કાર્ડ, પીવાનું પાણી નલ સે જલ યોજના, શાળાના ઓરડા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ થકી 2024માં કાચા મકાનો પાકા બનાવવાની વડાપ્રધાનની નેમ છે અને મહિલાઓ માટે સશક્તિકરણના પગલા, વડીલો માટે અંબાજી, પાવાગઢ, ડાકોર, શામળાજી જેવા પવિત્ર યાત્રાધામની શ્રવણ તીર્થ યોજના અમલી બનાવી છે.

રાજ્યપ્રધાને દિવાળીની શુભેચ્છા પાઠવી સરકારે જનતાને કહ્યું છે તે કર્યું અને અમે જેટલું થશે એટલું કહીશું, તેવો રાજ્યપ્રધાને જનતાને વિશ્વાસ આપ્યો હતો. આ વિસ્તારમાં વર્ષોથી એસ. ટી. ડેપોનો પ્રશ્ન હતો તે હવે હલ થયો છે. અને સાબરમતી નદી ઉપર ચેકડેમ બનાવી આસપાસના ખેડૂતોને પિયત અને વીજળી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અને ગ્રામ પંચાયતની વસતીના ધોરણે વિકાસની ગ્રાન્ટ ફાળવીને ગ્રામ વિકાસના કાર્યો કર્યા છે. સૌને દિવાળી પૂર્વે અને નૂતન વર્ષની એડવાન્સમાં શુભેચ્છા પાઠવી હતી.

CMનો કાર્યક્રમ નિહાળ્યો આ પ્રસંગે જિલ્લા કલેકટર હિતેષ કોયાએ સૌને આવકારી વિકાસથી વિશ્વાસ યાત્રા (Vishwas thi Vikas Yatra) ભાગ 1-2ની જિલ્લાને મળેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. સમગ્ર વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી આજથી શરૂ થતા દિવાળી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રધાન વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન રેખાબા ઝાલા, શાસક પક્ષના ગણપતસિંહ ઝાલા, તલોદ પ્રાંતિજ પંચાયતના પ્રમુખ, વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તલોદ અને પ્રાંતિજની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રાજ્યકક્ષાના અમદાવાદ સાયન્સ સિટી (Science City Ahmedabad) ખાતે મુખ્યપ્રધાનના કાર્યક્ર્મને નજરે નિહાળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.