ઇડર: સાબરકાંઠાના ઇડરમાં આજે ગેસ પાઇપલાઇનના બીજા વિભાગ માટેનું સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જો કે સામાજિક અંતર ન જળવાતા સ્થાનિક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
સાબરકાંઠાની ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયાના હસ્તે આજે પાલિકા વિસ્તારમાં ગેસ પાઇપલાઇનના બીજા વિભાગનું ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે આનંદ અને ઉત્સાહના અતિરેકમાં પાલિકાના કર્મચારીઓ, કોર્પોરેટરો તેમજ સ્થાનિક ધારાસભ્ય કોરોના કહેર અંતર્ગત દો ગજ કી દુરી ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સાબરકાંઠામાં ઇડર વિધાનસભા પહેલેથી જ ચર્ચાસ્પદ રહી છે, જેમાં આજે સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયાના હસ્તે ગેસ પાઈપલાઈન વિભાગ બીજા ખાતમુર્હત કરતા નગરપાલિકાના કોર્પોરેટર સહિત ભાજપના નેતાઓ તેમજ આગેવાનો જાણે કે કોરોના કહેર ભૂલી ગયા હોય તેમ સામાજિક અંતર જાળવી શક્યા ન હતા.
સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેથી તેઓ સ્થાનિક જનતામાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા જ કોરોના કહેરને અટકાવવા માટે જરૂરી પગલાનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આમ જનતામાં આવા ખાતમુર્હત થકી વિપરીત અસરો ઊભી થાય તે નક્કી બાબત છે. ત્યારે રાજકીય અગ્રણી સહિતના ધારાસભ્યોએ પણ આવી સામાજિક અંતર રાખવાનો પ્રયાસ કરવો જરૂરી છે.