સાબરકાંઠાના: ઇડર તાલુકાના મુડેટી ગામે હજારો વર્ષોથી વૈદિક પરંપરા અનુસાર સંસ્કૃત પાઠશાળા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવે છે. જેમાં વેદ,ઉપનિષદ, પુરાણ સહિત ભૂગોળ અને જીવનલક્ષી સિદ્ધાંતોનો બાળ પંડિતોને અભ્યાસ કરાવવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન સંસ્કૃત વિષયને રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરી દેવાયો છે. કેટલાય વર્ષોથી મુડેટી ગામ ચાલતી પાઠશાળામાં સંસ્કૃત વિષય થકી અભ્યાસ કરાવવામાં આવે છે.
મંત્રનો અભ્યાસઃ ગોખણપટ્ટી કે લખાણ કરતા સામાજિક પણે એક સાથે હજારો મંત્ર યાદ રાખવાની ટેકનીક સમજાવો વિવિધ યજ્ઞો પણ કરાવાય છે. આ તમામ બાબત પાઠશાળાના વિદ્યાર્થીઓ સહિત ટ્રસ્ટીગણ અને શિક્ષકો સહિત આચાર્ય પણ વિવિધ યજ્ઞમાં હાજરી આપી હતી. ભારતીય સંસ્કૃતિ ટકાવવાનું પાયારૂપ કામ કરી રહ્યા છે. હાલમાં સોમનાથ યુનિવર્સિટી સંચાલિત આ પાઠશાળામાં 150 થી વધારે બાળ પંડીતો અભ્યાસ કરી રહ્યા છે. સવારે પ્રથમ પ્રહરથી રાત્રિના પ્રથમ પ્રહોર સુધી યથાવત રૂપે યજ્ઞ સંસ્કાર સહિત વિવિધ પાયા રૂપ અભ્યાસ કરાવે છે.
શું કહે છે આચાર્યઃ પાઠશાળાના આચાર્ય અને વિધાર્થીના જણાવ્યા અનુસાર સનાતન ધર્મનો વિકાસ કરવો હોય તો સંસ્કૃતિનું રક્ષણ કરવું પડશે. સંસ્કૃતિના રક્ષણ માટે પાઠશાળા કાર્યરત છે. આ પાઠશાળા વર્ષોથી ચાલતી આવી રહી છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સુંદર અભ્યાસ કરી રહ્યા છે. ધર્મશાસ્ત્રનું જ્ઞાન લઇ રહ્યા છે. સરકાર આવી વિદ્યાલય ને સહકાર આપે સાથોસાથ અહીંયા પ્રાચીન પરંપરાથી ચાલતી પાઠશાળા છે. જે વિવિધ વિષયો સાથે સંસ્કૃત ભાષા થી પ્રોત્સાહિત થાય અને સરકાર પણ સંસ્કૃત ભાષા માટે પ્રોત્સાહિત કરે. જોકે સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં આજની તારીખે વિદ્યાર્થીઓના અભ્યાસ પેટે તેમજ તેના રહેવાના અને ભોજન ખર્ચ પેટે હજારો રૂપિયા ઉઘરાવાય છે. ત્યારે આ સંસ્થામાં આજની તારીખે પણ કોઈપણ વિદ્યાર્થી પાસેથી રહેવા જમવા સહિત અભ્યાસ કોઈ ચાર્જ લેવાતો નથી.
ટ્રસ્ટી ની વાતઃ પાઠશાળા ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર વેદ સંસ્કૃત પાઠશાળા જે વેદ શુક્લ યજુર્વેદ સંસ્કૃતિ ના અધ્યયન દ્વારા ચાલતી પાઠશાળા જે શુદ્ધ વેદ પરંપરા પ્રમાણે બ્રાહ્મણ દ્વારા જાળવી રાખી છે. અમે સરકાર પાસે અપેક્ષા અને સહકાર રાખી રહ્યા છીએ કે, આ શુદ્ધ પરંપરા જળવાઈ રહે. તેનો સહયોગ જોઈએ છે. તેના અંતર્ગત સંઘ સંચાલક મોહન ભાગવત દ્વારા વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ નો સમારંભ દ્વારા લોકોના સહયોગ દ્વારા સંસ્કૃત ભાષા અને વૈદિક સંસ્કૃતિ પૂરા વિશ્વ ફલક પર જાય તેવી ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે.
પંડિતનું રજીસ્ટ્રેશન: સાથોસાથ તેના જીવન ધોરણ ને વિકસિત કરવા માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે ભારતીય સંસ્કૃતિને ટકાવવા માટે તેમજ તેના વિકાસ અને સંવર્ધન માટે ગુજરાતમાં 46 જેટલી પાઠશાળાઓ અસ્તિત્વમાં છે. જોકે હજારો વર્ષ પહેલાથી યથાવત રીતે ચાલતી હોય તેવી આ પાઠશાળા પ્રથમ છે. જેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ આઠવલે દ્વારા આ સંસ્થાને બેઠી કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. જોકે છેલ્લા 150 વર્ષ સુધી આ સંસ્થામાં અભ્યાસ કરેલ તમામ પંડિતોનું નામજોગ રજીસ્ટ્રેશન થાય છે. સાબરકાંઠા સહિત ગુજરાતના અન્ય જિલ્લા તેમજ અન્ય રાજયથી પણ હાલના તબક્કે કેટલાક વિદ્યાર્થીઓ પાઠશાળામાં અભ્યાસ કરી પોતાના જીવન ઉધ્વગામી બનાવી રહ્યા છે.