સાબરકાંઠા: ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ તેમજ ખાનગી કોન્ટ્રાકટર વચ્ચે નાણા આપવાની બાબતને લઈને સોમવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઈડર પ્રાંત કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા 5 દિવસની અંદર યોગ્ય ન્યાય અપાવવા માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ તેમજ ખાનગી કોન્ટ્રાકટર વચ્ચે નાણા આપવાની બાબતને લઈને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં બ્યુટીફીકેશન સેન્ટર બનાવવાના મુદ્દે લાંચ માંગવામાં આવી છે. જેથી સમગ્ર વિસ્તારમાં હડકંપ સર્જાયો છે. આ ક્લિપના કારણે જિલ્લા કોંગ્રેસે ગત 25 વર્ષ બાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયાના મુદ્દે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસે ન્યાય ન થવા પર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.