ETV Bharat / state

કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં....વિધ્યાર્થીઓનો યુવરાજ

ગલોડિયાના ધોરણ 6માં અભ્યાસ કરતા યુવરાજ પટેલને, રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ વિધાર્થી તરીકે રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા હતા. સમગ્ર રાજ્યમાંથી 6 બાળકોની પસંદગી થઈ હતી, જેમાં યુવરાજનો સમાવેશ થાય છે.Teachers Day, Governor Acharya Devvrat, Best students are also honored

કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં....વિધ્યાર્થીઓનો યુવરાજ
કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં....વિધ્યાર્થીઓનો યુવરાજ
author img

By

Published : Sep 7, 2022, 10:50 PM IST

સાબરકાંઠાઃજિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના, ગલોડીયા પ્રાથમિક શાળાના ધોરણ 6માં ભણતા યુવરાજ પટેલનું રાજ્યકક્ષાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના(Governor Acharya Devvrat) હસ્તે ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. 5મી સપ્ટેમ્બર, શિક્ષક દિનની(Teachers Day) ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાની સાથે શ્રેષ્ઠ વિધાર્થીઓનુ પણ સન્માન(Best students are also honored) કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્માના ગલોડિયા પ્રા.શાળાના ધોરણ 6માં અભ્યાસ કરતા પટેલ યુવરાજને અગાઉના વર્ષ એટલે કે ધોરણ 5માં સમગ્ર શિક્ષણ વર્ષ દરમિયાન સરકારી શાળામાં કરાવવામાં આવતી અભ્યાસીક અને સહઅભ્યાસીક તમામ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાંથી કુલ છ બાળકોની પસંદગી કરવામાં આવી હતી.

સમગ્ર પરિવારનું શિક્ષણમાં યોગદાનઃ યુવરાજ પટેલના પિતા સુરેશભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. માતા હિનાબેન પટેલ પ્રા.શિક્ષકા છે, જ્યારે યુવરાજના દાદા એન. ડી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં પ્રિન્સિપાલ હતા. આ સન્માન યુવરાજ પટેલનું નહીં પરંતુ સમગ્ર પરિવારનું સમગ્ર શિક્ષણ વિભાગનું છે. યુવરાજ પટેલે ગલોડીયા ગામનું, ખેડબ્રહ્મા તાલુકાનું, અને સાબરકાંઠા જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ઉજાગર કર્યું છે.

આચાર્યના હાથે એવોર્ડઃ ગલોડિયાના યુવરાજને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણપ્રધાન જિતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલા તેમજ શિક્ષણના અગ્ર સચિવ તેમજ શિક્ષણના અન્ય પ્રતિષ્ઠિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.યુવરાજની આ સિધ્ધિ બદલ સમગ્ર સાબરકાંઠા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.