ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં હનીટ્રેપ, દુષ્કર્મ મામલે 12 લાખની લેતીદેતીમાં ત્રણની અટકાયત - Honeytrap in the Eder of Sabarkantha

ઇડરમાં હની ટ્રેપનો કેસ સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી 10 લાખ પડાવ્યાના આક્ષેપ સાથે ગુરૂવારે સવારે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે વિજયનગર ત્રણ રસ્તા પાસેથી ત્રણની ધરપકડ કરી છે.

sabarkantha
sabarkantha
author img

By

Published : Mar 19, 2020, 3:31 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં આવેલા ફિંચોડ ગામના યુવકને ફેસબુક મારફતે ઇડરની સ્થાનિક યુવતીએ કોન્ટેક કરી મિત્રતા કેળવી હતી. મિત્રતા બાદ યુવતીએ વિજયનગર પાસે રૂબરૂ મુલાકાત માટે યુવકને બોલાવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે અન્ય મોબાઈલ નંબર પરથી યુવતીએ યુવકના પિતાને ફોન કરીને દુષ્કર્મ અંગે ફોન કર્યો હતો. આ ઉપરાંત દુષ્કર્મના મામલે ફરિયાદ ન કરવા માટે રૂપિયા 10 લાખની માગણી કરી હતી.

દુષ્કર્મ મામલે 12 લાખની લેતીદેતી મામલે ત્રણની અટકાયત

આ અંગે યુવકના પિતા અને પુત્રએ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે આ મામલે 3 આરોપીની અટકાયત કરી છે. આ ઉપરાંત હાલમાં હનીટ્રેપ મામલે સમગ્ર કારસ્તાન આચરનારા તત્વો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે અને હનીટ્રેપ મામલે તમામ આરોપીઓની અટકાયત કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ઇડર તેમજ આસપાસના વિસ્તારોમાં 20થી વધુ વખત આ ગેંગ દ્વારા હનીટ્રેપના પગલે લાખો રૂપિયા ખંખેર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.