હિંમતનગર: એક લાખ વ્યક્તિએ એક વ્યક્તિમાં (Himantnagar Civil Hospital) જોવા મળતી ટ્રાઇકોબેઝરનું હિંમતનગર સિવિલમાં ઓપરેશન કરાયું છે. વાળ ખાવાની આદત ધરાવતી કિશોરીના પેટમાંથી બે કિલો વજનની લાંબા વાળના ગુંચડાની ગાંઠ કઢાઈ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક લાખની એક વ્યક્તિમાં જોવા મળતી ટ્રાયકોબેઝર નું ઓપરેશન કરવામાં આવ્યું તલોદ તાલુકાના એક ગામની કિશોરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ટ્રાફિકની ભરમાર
પેટમાં દુખાવો: આ આ કિશોરીને પેટનો દુખાવો અને દુખાવો અને સતત ઉલ્ટી થઈ રહી હતી ત્યારે તેને સારવારથી હિંમતનગર સીલ હોસ્પિટલમાં ખસેડા હતા. આ કિશોરી ટ્રાયકોબેઝર હોવાનું બહાર આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેનું બે કલાક સુધી ઓપરેશન કરી બે કિલો વજનની ગાંઠ કાઢી હતી. ઓપરેશન દરમિયાન આ કિશોરીના જઠર અને નાના આંતરડા માં ફેલાયેલા વાળની ગાંઠને કાઢવામાં આવી હતી. આ પણ વાંચો:
આ પણ વાંચો: વડોદરા વાસીઓને 10 કરોડનો ચૂનો ચોપડનારો મહાઠગની 15 વર્ષે ધરપકડ
હવે સ્વસ્થ: સામાન્ય રીતે માનસિક રીતે અસ્પષ્ટ બાળકો વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે. આ વાળ લાંબા સમયે જઠર અને આંતરડામાં ગાંઠ રૂપે થઈ જતા છેલ્લે તે ઓપરેશન કરીને બહાર કાઢવા પડતા હોય છે. સિવિલના ડોક્ટરોએ ઓપરેશન કરીને ગાઢ કાઢ્યા બાદ કિશોરી સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહી હતી, અત્યારે સિવિલના ડોક્ટરોએ આ યુવતી ની કાઉન્સેલિંગ કરવાની પણ સલાહ આપી હતી