ETV Bharat / state

સૌરાષ્ટ્ર બાદ ગુજરાત પહોંચી મેઘસવારી, હિંમતનગરમાં વરસાદ ઉપલેટામાં ઘરમાં પાણી ઘુસ્યા

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદ થયા બાદ મેઘસવારી (Gujarat Monsoon 2022) રવિવારે ઉત્તર ગુજરાત અને અમદાવાદ બાજુ વળી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને હિંમતનગરમાં રવિવારે ધોધમાર (Heavy Rain Gujarat) વરસાદ થયો હતો. જેના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે મહાનગરમાં વરસાદને કારણે ટ્રાફિક જામ પણ થયો હતો.

સૌરાષ્ટ્ર બાદ ગુજરાત પહોંચી મેઘસવારી, હિંમતનગરમાં વરસાદ ઉપલેટામાં ઘરમાં પાણી ઘુસ્યા
સૌરાષ્ટ્ર બાદ ગુજરાત પહોંચી મેઘસવારી, હિંમતનગરમાં વરસાદ ઉપલેટામાં ઘરમાં પાણી ઘુસ્યા
author img

By

Published : Jun 26, 2022, 10:16 PM IST

Updated : Jun 26, 2022, 10:34 PM IST

હિંમતનગર/રાજકોટ: સૌરાષ્ટ્રમાં મેધકૃપા થયા બાદ મેધસવારી (Gujarat Monsoon 2022) રવિવારે અમદાવાદ અને હિંમતનગર સુધી પહોંચી હતી. હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ (Heavy Rain Gujarat) થયો હતો. હિંમતનગર શહેર તથા તાલુકાના વિસ્તારમાં લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. લોકોને ગરમી અને બફારામાંથી વરસાદને કારણે મુક્તિ મળી હતી. જ્યારે રાજકોટમાં રવિવારે વરસાદ થતા રીંગ રોડ (Rain Water Logged in Rajkot) સહિત અનેક વિસ્તારના મુખ્યરોડ પર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્ર બાદ ગુજરાત પહોંચી મેઘસવારી, હિંમતનગરમાં વરસાદ ઉપલેટામાં ઘરમાં પાણી ઘુસ્યા

આ પણ વાંચો: ફરી એક વાર પલળવા થઈ જાઓ તૈયાર, આ 5 દિવસ વરસાદની આગાહી

ગરમીમાંથી રાહત: છેલ્લા 3 દિવસથી હિંમતનગરમાં બફારા અને અસહ્ય ગરમીમાં હેરાન પરેશાન લોકોને રવિવારે રાહત મળી હતી. રવિવારે ભારે પવન સાથે હિંમતનગર પંથકમાં વરસાદ થયો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી ઠંડકનો અહેસાસ થયો હતો. સમગ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત અને સમગ્ર સાબરકાંઠાના લોકો સારા વરસાદ હજું વધારે પડે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. હિંમતનગરના સમગ્ર પંથકમાં વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી થઈ છે. આ વરસાદી સીઝન સારી જાય એવી તેઓ આશા વ્યક્ત કરે છે.

આ પણ વાંચો:Gujarat Rain Update : રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા ટકા પડ્યો વરસાદ, જાણો આગામી આગાહી વિશે...

ઘરમાં પાણી: ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વોર્ડ નંબર સાત રામદેવપીરના મંદિર પાસે ડગલી વાડીમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી ભીની થઈ જતા નુકસાન થયું છે. પ્રથમ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા તંત્રની પ્રી-મોન્સુન કામગીરી પાણીમાં બેસી ગઈ એ પુરવાર થયું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ તંત્રને અનેકો રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણી ઘૂસવા અંગેની જાણ થતાં પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ હતી.

Last Updated : Jun 26, 2022, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.