સાબરકાંઠા: છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાવાના પગલે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખાસ કરીને સૌથી વધારે ખુશી જોવા મળી હતી. હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર તેમજ ઇડર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ છે. સાબરકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ થયો હતો. તેમજ આજે પણ બપોર પછી વરસાદી માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠાના પોશીના વિજયનગર, વડાલી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર યથાવત્ છે. જેના પગલે ખેડૂતો માટે પાક વાવેતરને લઈ ખુશી જોવા મળી હતી. જોકે આગામી સમયમાં વરસાદ આવે તો પણ હવે પાકને જરૂરીયાત મુજબનું ભેજ થયો હોવાના પગલે ખેડૂતો માથેથી મોટી ઘાત પસાર થઈ ચૂકી છે. તેમજ કિસાન જગતમાં જરૂરી વરસાદ થતાં આનંદની લાગણી પ્રસરી છે.