સાબરકાંઠા ભારત લોકશાહી અને બિનસાંપ્રદાયિક દેશ છે. તેમાં વિવિધ સંપ્રદાયના લોકો રહે છે. તેમના રીત રીવાજો પ્રસંગો નોખા અને નિરાલા છે. વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ભારતમાંલોકો દર વર્ષે દરેક ઉત્સવો ખુબ ઉત્સાહથી સામૂહિક (Gujarat Election First Phase Voting) રીતે ઉજવવામાં આવે છે. એમાંય આપણો લોક્શાહી પર્વનો અવસર જ્યારે આપણા આંગણે દર પાંચ વર્ષે આવતાં હોય છે. ત્યારે આ અવસરમાં પણ જનભાગીદાર થવાનો લોકોને મોકો મળે છે. મને અનેરો આનંદ છે.
લોક્શાહી વિચારધારા ધરાવતા સદાતપુરાના ખેડૂત એક મારા દિકરાના લગ્ન અને બીજો દેશની લોકશાહીનો પર્વ. આવો આપણે સૌ સાથે મળીને આપણા લોક્શાહીના સહિયાર આ અવસરને હર્ષોઉલ્લાસ સાથે શોભાવીએ. આ વિચારધારા ધરાવતા સદાતપુરાના ખેડૂત ભીખાભાઇ પટેલે અવશ્ય મતદાન અંગે લોકોને કંકોત્રીના માધ્યમ થકી અનોખી રીતે સંદેશો (Farmer Wedding Card appeals to people ) પાઠવ્યો છે.
લોકોને મતદાન અવશ્ય કરશો તે અંગે નમ્ર ભાવે અપીલ કંકોત્રી દ્વારા મતદાનની નમ્ર ભાવે અપીલ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 ) બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સદાતપુરા ગામના (Sadatpura Village of Idar Taluka) વતની ભીખાભાઇ પટેલે પરિવારમાં ચર્ચા વિચારણા કરીને લોકોને મતદાન અવશ્ય કરશો. તે અંગે નમ્ર ભાવે અપીલ કંકોત્રી દ્વારા કરી છે. ભીખાભાઇ પટેલના સુપુત્ર વિશાલની લગ્નની આમંત્રણ પત્રિકામાં મતદાન અવશ્ય કરશોનો સિક્કો મારીને મતદાન માટે પ્રેરિત કર્યા છે. લગ્નની સાથે મતદાન માટે સગા સબંધીઓને પણ પ્રોત્સાહિત કર્યા છે.
લોકશાહીના આ અવસર પ્રતે સકારાત્મકતા ભીખાભાઇ જણાવે છે કે મારા દિકરાના લગ્ન નિમિત્તેનો સત્કાર સમારંભ 5 ડિસેમ્બર 2022ના રોજ અને ભોજન સમારંભ અમે સવારે 11 કલાકે નક્કી કરેલો હતો. પરંતુ જોગાનુજોગ એજ દિવસે આપણો લોકશાહિનો અવસર એટલે કે મતદાનનો દિવસ પણ છે. આથી લોકશાહીના આ અવસરને આંચ ન આવે તેવી સમજ કેળવી સકારાત્મકતા દાખવીને સગા સબંધીઓ તેમના મતદાનમાંથી વંચિત ન રહી જાય અને ભોજનથી પણ વંચિત ન રહી જાય આથી બન્ને રૂડા પ્રસંગને દિપાવવા ભોજન સમારંભમાં ફેરફાર કરી સાંજના 5 કલાકે રાખ્યો છે.
અવશ્ય મતદાન અંગેનો સંદેશો જેથી કરીને સગા સબંધીઓ સવારે પોતાનો મુલ્યવાન મતાધિકારનો અવશ્ય ઉપીયોગ કરી શકે તથા સાંજના અમારા શુભપ્રસંગને શોભાવી શકે. ભીખાભાઇએ દિકરાની લગ્નની 1000 જેટલી પત્રિકાઓ છપાવેલી છે. અવશ્ય મતદાન અંગેનો સંદેશો સગા સબંધીઓ સુધી પહોંચી ગયેલ છે. તેવી સાલિનતા દાખવી છે. દેશ અને ઘરના પ્રસંગને સહીસલામત સાચવવાની પ્રતિબધ્ધતા દેખાડનાર ખેડૂતપુત્રને સલામ.