સાબરકાંઠા : હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને જંગી જાહેરસભાનું (Sabarkantha assembly seat) આયોજન થઈ હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાના ઉમેદવારો સહિત ટેકેદારો અને સમર્થકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. તબક્કે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, એક સમયે સાબરકાંઠા સહિત ગુજરાતની સ્થિતિ દુકાળ અને દુષ્કાળ જેવી હતી, પરંતુ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની સ્થિતિ સમગ્ર દેશમાં વિકસિત રાજ્ય તરીકે થઈ રહી છે.(Himmatnagar PM Modi sabha)
ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્રની નથી વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્રની નથી. પરંતુ આ ચૂંટણી આગામી (PM Modi visits Sabarkantha) 25 વર્ષમાં વિશ્વ કક્ષાએ વિકસિત રાષ્ટ્રની સરખામણીએ ગુજરાત શ્રેષ્ઠ બને તે માટે તમામે જાગવાનું જરૂરિયાત છે. ભૂતકાળના વડાપ્રધાન કેન્દ્રમાંથી એક રૂપિયા મોકલતા હતા. જે ગામડા સુધી પહોંચતા 15 પૈસા થતો હતો, પરંતુ હાલના તબક્કે કિસાન સન્માન નિધિ અંતર્ગત એકલા સાબરકાંઠામાં જ 400 કરોડ જેટલી રકમ સીધે સીધી ખેડૂતોના ખાતાઓમાં જમા થઈ રહી છે. (PM Modi visits Gujarat)
ભાજપની સરકારમાં કનેક્ટિવિટી વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેમજ હવે કૃષિ ક્ષેત્રે વિશેષ ફાયદો થઈ રહ્યો છે. મગફળીમાં (PM Modi sabha in Sabarkantha) સૌરાષ્ટ્રનું જ નામ રહેતું હતું, પરંતુ હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લો છેલ્લા આઠ વર્ષમાં 10 ગણી વધારે મગફળી ઉપજ કરનારો જિલ્લો બન્યો છે. સાથોસાથ ભાજપની સરકારમાં કનેક્ટિવિટીને સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે. જેથી પશુપાલનની કૃષિ ક્ષેત્રે સીધી ટ્રેન શરૂ થવાથી આગામી સમયમાં પ્રગતિના દ્વાર ખુલશે તે નક્કી છે. જોકે હાલમાં 130 કરોડથી વધારેનો સમગ્ર દેશનો પરિવાર સૌનો સાથ સૌના પરિવારની સંકલ્પના સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ફરી એકવાર મોદી સરકાર બનશે તે નક્કી છે તેમ જણાવ્યું હતું.(Gujarat Assembly Election 2022)