ETV Bharat / state

સાબરકાંઠા વિધાનસભાના EVM પોલિટેકનિક કોલેજમાં મુકાયા, પોલીસ કર્મીઓ ખડેપગે સુરક્ષામાં - હિંમતનગર પોલીટેકનિક કોલેજ

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાના EVM હિંમતનગરની પોલિટેકનિક (Counting of votes in Sabarkantha) કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે. જેની સુરક્ષા માટે સૌથી વધારે BSFના જવાનો સહિત પોલીસ કર્મચારીઓ 24 કલાક ખડેપગે સુરક્ષા કરી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

સાબરકાંઠા વિધાનસભાના EVM પોલિટેકનિક કોલેજમાં મુકાયા, પોલીસ કર્મીઓ ખડેપગે સુરક્ષામાં

author img

By

Published : Dec 7, 2022, 1:28 PM IST

સાબરકાંઠા : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાના EVM હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે. જેની સુરક્ષા માટે સૌથી વધારે BSFના જવાનો સહિત પોલીસ કર્મચારીઓ 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. સાથોસાથ સ્ટ્રોંગ રૂમ જોઈ શકાય તે રીતે CCTV સહિતની સુવિધા પણ કરાઈ છે. (Sabarkantha assembly seat)

સાબરકાંઠા વિધાનસભાના EVM પોલિટેકનિક કોલેજમાં મુકાયા

રાઉન્ડ ક્લોક સુરક્ષા સાબરકાંઠાની ચાર વિધાનસભાના 1327 જેટલા મતદાન મથકો ઉપરથી આવેલા EVM તેમજ VVPATને પોલિટેકનિક કોલેજ હિંમતનગર ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. સાથોસાથ રાજકીય પક્ષો સહિત CCTV કેમેરા અને BSFના જવાનો રાઉન્ડ ક્લોક સુરક્ષા કરી રહ્યા છે. જોકે આ વખતે CCTV કેમેરા થકી પોલિટેકનિક કોલેજના પરિસરમાં પણ સ્ટ્રોંગ રૂમ સરળતાથી જોઈ શકાય તેવી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથો સાથ બીજા તબક્કાના મતદાનમાં સાબરકાંઠા જિલ્લો મતદાનમાં શિરમોર બની રહ્યું છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લાના સમાહર્તાએ તમામ કર્મચારીઓ સહિત મતદારોનો આભાર માની લોકશાહીના પર્વની ઉજવણી બદલ સૌને અભિનંદન આપ્યા હતા. (Sabarkantha Assembly Candidate)

મતગણતરી દિવસ મતદાનની ગણતરી ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, પ્રાંતિજની છે. હિંમતનગરમાં વી.ડી. ઝાલા ભાજપ તેની સામે કમલેશ પટેલ કોંગ્રેસમાંથી, પ્રાંતિજમાં ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ તેની સામે બેચરજી રાઠોડ કોંગ્રેસમાંથી, ઈડરમાં રમણલાલ વોરા ભાજપ તેની સામે રામભાઈ સોલંકી કોંગ્રેસ, ખેડબ્રહ્મામાં અશ્વિન કોટવાર ભાજપ vs તુષાર ચૌધરી કોંગ્રેસ vs બીપીન ગામેતી આપ આમ, ત્રિપાંખિયો જંગ છે. તેમજ 12 ટેબલ પર મતગણતરી રાખવામાં આવી છે અને 100થી વધુ પોલીસ સુરક્ષાની માહિતી મળી રહી છે. (Counting of votes in Sabarkantha)

8 ડિસેમ્બરે ઉમેદવારોનું નસીબ જોકે, સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાના પરિણામ આગામી 8 ડિસેમ્બરે જાહેર થવાના હોવાથી હાલમાં રાજકીય પક્ષોના હારજીતના દાવા વચ્ચે EVMની સુરક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ ત્રણ લેયરમાં સુરક્ષા બંદોબસ્ત કરાયા હોવાના પગલે કોઈપણ પ્રકારની ઉણપ ન રહે તેનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. જિલ્લામાં થયેલા ભારે મતદાનના પગલે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પોતપોતાના વતી હાર જીતના દાવા રજૂ કર્યા છે, ત્યારે જિલ્લાની ચાર બેઠકો પર 26 જેટલા ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયેલું છે.જે 8 ડિસેમ્બરે જાણી શકાશે કે મતદારોએ પોતાની વિધાનસભાનો શિરતાજ કોને બનાવે છે, પરંતુ હાલમાં તો ભારે મતદાનના પગલે તમામ ઉમેદવારો પોતપોતાની જીતના દાવાઓ રજુ કરી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.