ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસ દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ, કોર્ટે ઝપાયેલા તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા - પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ફરિયાદ

રાજ્યમાં બહુચર્ચિત હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુજરે પત્રકાર પરિષદ (Sabarkantha district police chief Niraj Badgujar on paper leak case) યોજી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે વધુ 2 આરોપીઓની ધરપકડ (Sabarkantha police arrested the accused) કરવામાં આવી હતી. આ સાથે જ અત્યાર સુધી પોલીસે કુલ 8 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે વધુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જોકે, પોલીસ આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ (Demand for remand of accused in paper leak case) કરી હતી, પરંતુ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી
પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી
author img

By

Published : Dec 18, 2021, 11:18 AM IST

Updated : Dec 18, 2021, 9:59 PM IST

સાબરકાંઠાઃ રાજ્યમાં રવિવારે (12 ડિસેમ્બરે) લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયું હોવાનો મામલો ખૂબ જ ગરમાયો છે. આ મામલે આજે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુજરે પત્રકાર પરિષદ (Sabarkantha district police chief Niraj Badgujar on paper leak case) યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપીઓ ગઈકાલે ઝડપાયા (Sabarkantha police arrested the accused) હતા. જ્યારે વધુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જોકે, પોલીસ આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટે આખરે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

GSSSB Head Clerk Paper Leak 2021

આ પણ વાંચો- GSSSB Head Clerk Paper Leak 2021: અસિત વોરાને 72 કલાકમાં પદ પરથી નહીં હટાવાય તો આંદોલન કરીશું, યુવરાજ સિંહની ચીમકી

પોલીસે 23 લાખ રૂપિયા કબજે કર્યા

જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ફરિયાદ (Accused complain to provincial police station) નોંધાઈ હતી. જ્યારે ગઈકાલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 2 આરોપીઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરવામાં મદદ કરતા હતા. સાથે જ પોલીસે દર્શન નામના વ્યક્તિના ઘરેથી 23 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા. આ રૂપિયા આરોપીઓએ ઉમેદવારો પાસેથી લીધા હતા. આ ઉપરાંત આ આઠેય આરોપીઓ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

રાજ્ય સરકારે પેપર લીક થયું હોવાનું શુક્રવારે સ્વીકાર્યું

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પેપર લીક ન થયું હોવાનું રટણ કર્યું હતું. જોકે, ત્યારબાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર વાત ફેલાતા આખરે પેપર ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. છેવટે ગઈકાલે સરકારે પણ પેપર લીક થયું હોવાનું સ્વીકારી લીધું હતું.

Last Updated : Dec 18, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.