ETV Bharat / state

માર્કેટ યાર્ડમાં નક્કી કરાયેલા ભાવથી વધુ ભાવ મળતા ખેડૂત આલમમાં ખુશીની લહેર

હિંમતનગર માર્કેટ યાર્ડમાં (Himmatnagar Market Yard) મગફળીના ભાવ સારા મળતા ખેડૂત જગતમાં ખુશી છવાઈ છે. સારા ભાવ મળતા જ આજના દિવસે (groundnut price in himmatnagar) યાર્ડમાં 6,000 બોરીથી વધુ આવક નોંધાઈ છે. (groundnut price in himmatnagar APMC)

માર્કેટ યાર્ડમાં નક્કી કરાયેલા ભાવથી વધુ મળતા ખેડૂત આલમમાં ખુશીની લહેર

author img

By

Published : Oct 19, 2022, 3:52 PM IST

હિંમતનગર સમગ્ર ઉત્તર ગુજરાતમાં મગફળી માટેનું સૌથી મોટું માર્કેટ હિંમતનગર APMC (Himmatnagar Market Yard) બની રહ્યું છે, ત્યારે આજે પ્રતિ 20 કિલો મગફળીનો ભાવ 1680 સુધી બોલાઈ જતા ખેડૂત આલમમાં ખુશીનો માહોલ સર્જાયો છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ 20 કિલોએ મગફળીનો ટેકાનો ભાવ 1100થી વધારે નક્કી કરાયો છે, ત્યારે હાલના તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવથી પણ 400થી 500 વધુ ભાવ મળતા ખેડૂત આલમ આનંદીત જોવા મળી રહ્યું છે.(groundnut price in himmatnagar)

હિંમતનગર માર્કેટ યાર્ડમાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતો ખુશી છવાઈ

6,000 બોરીથી વઘુની આવક સૌથી મોટી વાત એ છે કે સતત વરસાદના પગલે આ (Groundnut income in Himmatnagar APMC) વખતે મગફળીના વાવેતરમાં ઉણપ આવી રહી છે, ત્યારે શરૂઆતના તબક્કામાં મગફળીનો ભાવ 1680 સુધી પહોંચતા ખેડૂત જગત માટે ફાયદાની ખેતી બની રહી છે. આગામી સમયમાં આ ભાવ તૂટે તો ખેડૂત માટે પરેશાની સ્વરૂપ બની શકે તેમ છે. તેથી હાલના તબક્કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં 6,000 બોરીથી વધુની આવક આજના દિવસમાં નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીનો તહેવાર પણ નજીક છે. જેને લઈને જગત તાતમાં વઘુ ખુશી છવાઈ રહેશે. (Groundnut prices in Himmatnagar market yard)

કાળી મગફળી પડી ગઈ છતાં ભાવ હાલનો માહોલ જોતા આગામી સમયમાં મગફળીની આવક હજુ ખૂબ મોટી સંખ્યામાં નોંધાશે તેવું લાગી રહ્યું છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદના પગલે મોટાભાગના ખેડૂતોની મગફળી કાળી પડી ગઈ હોવા છતાં 1200થી 1400 સુધીનો ભાવ મળી રહ્યો છે. જેના પગલે ખેડૂત આલમમાં હાલના તબક્કે ખુશી વ્યાપી છે. આમ, શરૂઆતના તબક્કામાં 1,680થી વધુનો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના મળી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આટલા જ ઊંચા ભાવ જળવાઈ રહેતો ખેડૂત આલમ માટે વધતી જતી મોંઘવારીમાં મગફળીની ખેતી આર્થિક રીતે સહાયરૂપ બનશે તે નક્કી છે. (Gujarat Govt Groundnut Prices)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.