- સાબરકાંઠામાં કોરોના સંક્રમણ ઘટાડવા જાહેર કર્યુ જાહેરનામુ
- 30 એપ્રિલ સુધી સરકારી કચેરીઓ રહેશે બંધ
- લગ્નમાં વધુ વ્યક્તિઓને પરમિશન મળશે નહીં
- ખેત બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા આદેશ
સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી કોરોના સંક્રમણ ઘટાડવા માટે જરૂરી પ્રયાસ હાથ ધર્યો છે. જે અંતર્ગત આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં લગ્ન પ્રસંગે 100થી વધારે વ્યક્તિઓને પરમિશન અપાઇ નથી, તેમજ ખેડૂતો માટે ખેત બજારોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનો આદેશ કરાયો છે.
આ પણ વાંચો: સ્પીડ લિમિટને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
5 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂકયા છે
સાબરકાંઠા જિલ્લામાં 5 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકયા છે, ત્યારે કોરોનાની બીજી લહેરમાં વધારે લોકો સંક્રમિત ન થાય તે માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં 30 એપ્રિલ સુધી જિલ્લામાં સૌથી વધારે લોકોને લગ્ન માટે પરમિશન અપાઈ નથી. જોકે ખેડૂતો માટે વિવિધ ખેત પેદાશો વેચવા માટે માર્કેટ યાર્ડમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે આદેશ કરાયો છે.
માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતર રાખી કામકાજ કરી શકાશે
માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતર રાખી તમામ કામકાજ કરી શકાશે, સાથોસાથ આગામી 30 એપ્રિલ સુધી જિલ્લામાં કોઈપણ સમારંભોમાં 50થી વધારે વ્યક્તિઓને પરમિશન આપવામાં આવી નથી. જિલ્લામાં સામાજિક અને રાજકીય સન્માન સમારંભની મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે જાહેરનામાનો ભંગ કોઈપણ વ્યક્તિ કરે તો તેની સામે ફોજદારી કલમ-188 અંતર્ગત ગુનો નોંધવાની પણ રજૂઆત કરાઇ છે.
આ પણ વાંચો: કોરોના વાઈરસના વધતા કેસને લઈ ડાંગ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
કોરોના સંક્રમણ ઘટાડવા જાહેરનામુ કેટલું અસરકારક
સામાન્ય રીતે કોરોના સંક્રમણ વધવા માટે માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતર ન જળવાય ત્યારે કોરોના સંક્રમણ વધતું હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધતા પહેલા કોરોના સંક્રમણ ઘટાડવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેર કરાયેલા જાહેરનામા અંતર્ગત સામાજિક સમારંભ, રાજકીય તેમજ આર્થિક મેળાવડા સહિત ખેત બજારોમાં સૌથી વધારે લોકો એકઠા થતા હોય છે. કોરોનાને વધતો અટકાવવા માટે જાહેરનામુ અસરકારક બની શકે તેમ છે.