ETV Bharat / state

સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો, 2 જિલ્લામાં ખુશી - સાબરકાંઠાના તાજા સમાચાર

સાબરકાંઠા તેમજ અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીમાં લિ.એ આજે સોમવારે ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો કરતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા વાસીઓમાં ખુશી છવાઇ છે.

સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો

author img

By

Published : Jun 7, 2021, 7:33 PM IST

  • સાબર ડેરીએ ઘીના ભાવમાં કર્યો ઘટાડો
  • 20 લાખથી વધારે જનતાને સીધો લાભ
  • સાબરડેરીના નિર્ણયથી સ્થાનિકોમાં ખુશી
  • દૂધનો ભાવ વધારો જાહેર થાય તેવી પણ માગ
    સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો

સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે હાહાકાર સર્જાયો છે, ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીમાં સોમવારે ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો કરતા બન્ને જિલ્લાની 20 લાખથી વધારે જનસંખ્યાને સીધો લાભ મળી રહેશે. જેના પગલે ખુશીનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાની કિંમતના ખાદ્ય તેલના 20 ડબ્બા ચોરાયા

20 લાખથી વધારેની જનસંખ્યાને સીધો લાભ

સાબર ડેરીની સોમવારે બોર્ડ મિટિંગ બાદ ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો જાહેર કરાયો હતો. જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની 20 લાખથી વધારેની જનસંખ્યાને સીધો લાભ મળી રહેશે. આ અગાઉ સાબર ડેરી દ્વારા 1 કિલો ઘીનો ભાવ રૂપિયા 443 હતો જે હવે ઘટીને રૂપિયા 431 રહેશે. આ સાથે આ ભાવ ઘટાડો સાબરડેરી સંચાલિત તમામ મંડળીઓને મળી રહેશે. મોટાભાગે સાબરડેરીમાં સાડા ચાર લાખ પશુપાલકો માટે એકમાત્ર આધારશિલા છે, તેમજ કોરોના કાળમાં પણ દૂધના ભાવ યથાવત જળવાઈ રહેતા હવે સૌ કોઈની નજર વાર્ષિક દૂધ વધારા ઉપર રહેતી હોય છે, ત્યારે હવે સાબર ડેરી દ્વારા આ મામલે આગામી સમયમાં દૂધ વધારવા મામલે ઝડપી નિર્ણય લેવાય તે સમયની માગ છે. જો કે, આજે સોમવારે બોર્ડ મિટિંગમાં ઘીના ભાવમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે, ત્યારે જોવું છે કે આ મામલે આગામી સમયમાં દૂધના ભાવ વધારા મામલે કેટલો અને કેવો નિર્ણય લેવાય છે.

આ પણ વાંચોઃ અમૂલને કોરોનાકાળ ફળ્યો, વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર

ઘીના ભાવમાં ઘટાડો

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી દ્વારા આજે સોમવારે બોર્ડ મિટિંગમાં ઘીના વર્તમાન સમય સંજોગ કે ચાલતાં એક કિલોનો ભાવ 443 રૂપિયા હતો. જે ઘટાડીને હવે 431 રૂપિયા નક્કી કરાયો છે. જેના પગલે રૂપિયા 12નો ઘટાડો અમલી કરાયો છે. જેનો લાભ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સૌ પ્રજાજનોને થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. જિલ્લાની 1,600થી વધારે મંડળીઓને આ લાભ મળી રહે તે માટેનું સુચારું આયોજન પણ કરી દેવાયું છે. જેના પગલે જિલ્લાવાસીઓમાં ઘીનો ભાવ કરતા ખુશીનો માહોલ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.