ETV Bharat / state

70 વર્ષે પૂલની મંજૂરી લઈ આવનારા પ્રાંતિજના MLAની જબરી છે લોકચાહના, કામગીરીના લેખાજોખા પર કરીએ એક નજર

વર્તમાન રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠાની પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય (Gajendrasinh Parmar BJP MLA) છે. તેમણે આ પાંચ વર્ષ દરમિયાન તેમના વિસ્તારમાં કયા પ્રકારના કામ કરાવ્યા. તેમ જ તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી (Gajendrasinh Parmar Grant) તેમણે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તે અંગેના લેખાજોખા પર કરીશું એક નજર.

70 વર્ષે પૂલની મંજૂરી લઈ આવનારા પ્રાંતિજના MLAની જબરી છે લોકચાહના, કામગીરીના લેખાજોખા પર કરીએ એક નજર
70 વર્ષે પૂલની મંજૂરી લઈ આવનારા પ્રાંતિજના MLAની જબરી છે લોકચાહના, કામગીરીના લેખાજોખા પર કરીએ એક નજર
author img

By

Published : Oct 22, 2022, 3:28 PM IST

સાબરકાંઠા ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાની પ્રાંતિજ અને તલોદ તાલુકા એમ 2 તાલુકાની પ્રાંતિજ વિધાનસભા બેઠકની (Prantij Assembly Constituency) આજે વાત કરીશું. શું છે જનતાનો મત શું કરી રહી છે જનતા. જોઈએ આ બેઠક પરના ધારાસભ્ય અને વર્તમાન રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારના (Gajendrasinh Parmar BJP MLA) 5 વર્ષના લેખાજોખા.

મતદારોમાં સંકલન યથાવત્ પ્રાંતિજ-તલોદ વિધાનસભા બેઠક (Prantij Assembly Constituency) ઉપર ગત ટર્મમાં ગજેન્દ્રસિંહ પરમાર ભાજપના ઉમેદવાર તરીકે જીત (Gajendrasinh Parmar BJP MLA) મેળવી હતી. તેમ જ તેમની પ્રથમવાર ચૂંટણી જીત્યા બાદ અન્ન પૂરવઠા પ્રધાન પણ બનાવાયા છે. ત્યારે સ્થાનિક જનતાએ આ મામલે વિવિધ પ્રત્યાઘાત આપ્યા હતા. જોકે, તેઓ યુવા ધારાસભ્ય હોવાની સાથે સાથે રાજ્ય પ્રધાન પણ છે. તેમ છતાં તેઓ સરળતાથી મતદારો વચ્ચે જતા હોવાથી સ્થાનિક મતદારો વચ્ચે તેમનું સંકલન યથાવત્ જોવા મળ્યું છે.

પ્રાંતિજના ધારાસભ્ય અને વર્તમાન રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર

7 દાયકા જૂની સમસ્યાનો આવ્યો અંત સાથોસાથ મતદારોએ પણ છેલ્લા 7 દાયકાઓથી ન બનેલા રોડરસ્તા તેમ જ પૂલ મામલે વિશેષ કાળજી લીધી હોવાની વાતને સ્વીકારી છે. તેમ જ તલોદ અને પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં (Prantij Assembly Constituency) જળસંચય મામલે પણ વિશેષ પ્રયાસ હાથ ધરાયાની બાબતને સમર્થન આપ્યું છે. ત્યારે પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના મતદારોને છેલ્લા 5 વર્ષમાં થયેલા કામગીરી અંતર્ગત સૌથી મહત્વની કામગીરી છેલ્લા 70 વર્ષમાં બાકી રહેલા પૂલની ગણાવાઈ રહી છે. સાથોસાથ પ્રાંતિજ વિસ્તારમાં જળ સંચય ના કામ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વિવિધ તળાવોમાં પાણી નાખવા મામલે પણ મતદારો ખૂશ દેખાયા છે.

ગજેન્દ્રસિંહ 3000 મતની લીડથી જીત્યા હતા સાબરકાંઠાની પ્રાંતિજ વિધાનસભા બેઠક (Prantij Assembly Constituency) ઉપર 2,36,460 કુલ મતદારો છે, જે પૈકી 1,22512 પુરૂષ મતદારો 1,13,947 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ધારાસભ્યને પસંદગી કરે છે. આ બેઠકની વાત કરીએ તો, વર્ષ 2017માં આ બેઠક ઉપરથી ગજેન્દ્રસિંહ પરમારનો (Gajendrasinh Parmar BJP MLA) 83,482 મત મેળવી 3,000ની લીડથી કૉંગ્રેસને હરાવી હતી. જોકે 2012માં મહેન્દ્રસિંહ બારૈયાએ કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે 76,097 મત મેળવી 6,000ની સરસાઇથી જીત હાંસલ કરી હતી. જોકે વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર જયસિંહ ચૌહાણે 55613 મત સાથે 12,000ની સરસાઇથી બેઠક પોતાના નામે કરી હતી.

પૂર્વ શિક્ષણ પ્રધાન આ બેઠક પરથી જ ધારાસભ્ય હતા જોકે, પ્રાંતિજ તલોદ બેઠક (Prantij Assembly Constituency) સમગ્ર ગુજરાત માટે વર્તમાન સમય સંજોગ એ ખૂબ મહત્વની બની રહી છે હાલની સરકારમાં અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સ્થાનિક (Gajendrasinh Parmar BJP MLA) ધારાસભ્ય છે. ત્યારે વર્ષ 2007માં ગુજરાતના શિક્ષણ પ્રધાન તરીકે જયસિંહ ચૌહાણ પણ પ્રાંતિજ તલોદ બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા છે. સાથોસાથ સાબરકાંઠા તેમ જ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરીની સ્થાપના પણ પ્રાંતિજ તલોદના સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

મતદારોમાં ખુશી ત્યારે સરકારની સાથો સાથ સહકાર વિભાગમાં પણ પ્રાંતિજ તલોદનું મહત્વનું યોગદાન રહેલું છે. હાલના તબક્કે વાત કરીએ તો, અન્ન પુરવઠા પ્રધાન તરીકે ગજેન્દ્રસિંહ પરમારના (Gajendrasinh Parmar BJP MLA) મામલે છેલ્લા 5 વર્ષમાં કરેલી કામગીરીથી મતદારો મોટાભાગે ખુશી વ્યક્ત કરી છે. જોકે, પ્રાંતિજ તેમ જ તલોદમાં હજી કેટલાક કામો બાકી હોવાનું જણાવ્યું છે. તેમાં પ્રાંતિજના બસ સ્ટેન્ડ (Prantij Bus Station) સહિત જળસંચયના કેટલાક કામો પૂર્ણ થવા જરૂરી હોવાનો અભિપ્રાય રજૂ કરે છે.

મોટા ભાગના પ્રાથમિક કામ પૂર્ણ જોકે, છેલ્લા પાંચ વર્ષમાં થયેલી કામગીરી અંગે સ્થાનિક ધારાસભ્ય તેમજ અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારને પૂછતાં (Gajendrasinh Parmar BJP MLA) તેમણે જણાવ્યું હતું કે, હાલના તબક્કે મોટા ભાગના પ્રાથમિક કામો પૂર્ણ કરી દેવાયા છે તેમજ અન્ય કેટલાક કામો પ્રગતિ ઉપર છે, જે આગામી સમયમાં પૂર્ણ કરવાની દિશામાં પ્રયાસ વ્યથા વચ્ચે સાથોસાથ છેવાડાના વ્યક્તિનું જીવન સુખાકારી બને તે માટેના છેલ્લા પાંચ વર્ષના પ્રયત્નો આગામી સમયમાં પણ યથાવત્ (Prantij Assembly Constituency) રહેશે.

આ કામ થયા તલોદ તેમ જ પ્રાંતિજ તાલુકામાં વિકાસના કામોની વાત કરીએ તો, અહીં છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય (Prantij Assembly Constituency) દ્વારા ગ્રામ્ય કક્ષાએ તળાવો ઊંડા કરવા તેમ જ સ્ટ્રીટ લાઈટ, સ્મશાનગૃહના રૂમનું બાંધકામ, આરસીસી રોડ તથા પીવાના પાણી માટે પીવીસી પાઇપલાઇનનું કામ, બોરકુવા, પેવરબ્લોક, એલીડી લાઇટ તેમ જ નાના મોટા 333 જેટલા કામ વર્ષ 2017થી 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યા હતી, જેમાં અંદાજે 5 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી. સૌથી પહેલા ગ્રામ્યકક્ષાએ વિકાસના કામોને ધ્યાનમાં રાખી લોકોની જરૂરિયાત મુજબ 1 લાખથી 5 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે આ વચનો આપ્યા હતા પ્રાંતિજ તલોદ વિધાનસભાના મોટા ભાગના ગામડાઓની જોડનારા રોડ રસ્તાઓ પૂર્ણ કરીશ, મોટાભાગના પૂર્ણ કર્યા છે. છેલ્લા 70 વર્ષમાં બાકી રહેલા ગામોને જોડતા મોટા બ્રિજ તેમ જ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ કરાવીશ. સંપૂર્ણ બાકી રહેલા બ્રિજ પૂર્ણ થયા. પ્રાંતિજ તલોદ વિધાનસભામાં નવ જેટલી નાની મોટી નદીઓ ઉપરના પૂલનું બાંધકામ પૂર્ણ કરાવીશ. 8 પુલનું બાંધકામ પૂર્ણ. પ્રાંતિજ તલોદ વિધાનસભા જળસંચય મામલે બાકી રહેલા તળાવ મા પાણી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરાવીશ, મોટા ભાગે પૂર્ણ. પ્રાંતિજ તલોદ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે તેવા પ્રયત્ન કરીશ, મોટા ભાગે પૂર્ણ. પ્રાંતિજ તલોદ વિધાનસભામાં વિધવા સહાય મામલે એક પણ વ્યક્તિ બાકી ન રહે તેવું આયોજન, તમામ અરજી કરનારને વિધવા સહાય સહાય. તલોદ APMC માર્કેટ યાર્ડમાં બાકી રહેલી સુવિધાઓ પૂર્ણ કરાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશ, કામ પ્રગતિ હેઠળ. તલોદમાં નવા ડેપોનું બાંધકામ કરીશ, બસડેપોનું બાંધકામ પૂર્ણ થયું છે. રોજગાર મામલે સરકારની યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડીશ. તાજેતરમાં જ તલોદમાંથી પસાર થતી બ્રોડગેજ રેલ તલોદ માટે 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે માથાના દુખાવા સમાન ટ્રાફિક થતાં હવે રોકી શકાશે અને ૪૨ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બંધાશે.

કૉંગી ધારાસભ્ય ભાજપમાં જોડાયા હવે કૉંગ્રેસ પક્ષના મહેન્દ્રસિંહ બારૈયાએ થોડા દિવસ અગાઉ ભાજપનોનો ભગવો ધારણ કર્યો હતો. એટલે હવે પ્રાંતિજ બેઠખ ભાજપના 2 દાવેદાર વચ્ચે કોને સીટ આપશે એ તો સમય જ બતાવશે. બીજી તરફ બંને વચ્ચે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) પોતાનો દબદબો અને સીટ મેળવવા રોડ શૉ અને મિટીંગોનો દોર શરૂ કર્યો છે. હવે જોવું રહ્યું કે લોકોની સમસ્યાની વચ્ચે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી નવો ચહેરો હજી જાહેર નથી કર્યો. આગામી સમય તો મતદાતા જ પ્રાંતિજ વિધાનસભા (Prantij Assembly Constituency) પ્રશ્નોને લઈ કયા પક્ષને મજબૂત કરે છે. તે સમય બતાવશે, પરંતુ હાલમાં દરેક પક્ષ ચૂંટણીલક્ષી રેલી તેમ જ બેઠકોની કામગીરી તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.