સાબરકાંઠા: રામાયણના પાત્રમાં લંકેશ તરીકેનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી શનિવારે રામાયણ સીરીયલ ફરીથી દૂરદર્શન પર શરૂ થવાના પગલે ભાવવિભોર થયા હતા. તેમજ ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા આજે પણ યથાવત છે તેમ જણાવ્યું હતું.
કોરોના વાઇરસ અંતર્ગત ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કરાયા બાદ સ્થાનિકોના માગને પગલે દૂરદર્શન ઉપર રામાયણ અને મહાભારત સિરીયલ ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં રાવણના પાત્ર થકી જગ વિખ્યાત બનેલા અરવિંદ ત્રિવેદી આજે વર્ષો બાદ ટીવી ઉપર ભગવાન રામનું બાળ સ્વરૂપ જોઈ ભાવવિભોર બન્યા હતા.
સામાન્ય રીતે છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, ત્યારે ભારતમાં ૨૧ દિવસનું lockdown જાહેર કરાયું છે. જેના પગલે સ્થાનિકોની રામાયણ અને મહાભારત ફરીથી શરૂ કરવાની માગ હતી, જેના પગલે આજથી સતત 90 ભાગ સુધી સવાર-સાંજ રામાયણ અને મહાભારત શરૂ કરાઇ છે. જેના પગલે લંકેશના પાત્ર થકી રામાયણમાં રાવણનો રોલ અદા કરનારા અરવિંદ ત્રિવેદી મુંબઈ ખાતે પોતાના નિવાસ સ્થાને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું સ્વરૂપ જોઈ હરખાયા હતા. તેમજ આગામી સમયમાં જગ વિખ્યાત પાત્ર નજર સમક્ષ અનુભવવાની પગલે હર્ષાશ્રુ પણ આવ્યા હતા.
જોકે 1990ના દાયકામાં રામાયણ અને મહાભારત થકી સ્વયંભૂ કર્ફ્યુ સર્જાતું હતું, ત્યારે આ વખતે રામાયણ અને મહાભારત થકી લોકોને ઘરોમાં અટકાવી રાખશે તે નિશ્ચિત બાબત છે.