ETV Bharat / state

Sabarkatha news: કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે બટાકાની ખેતીએ રાતા પાણીએ રડાવ્યા - For non contract farming farmers

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે બટાકાની ખેતી રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ વખતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે છેલ્લા 10 વર્ષથી યથાવત રહેલો ભાવ આ વખતે પણ એટલો જ રહેતા ખેડૂતો માટે ભારે નુકસાનીનો સમય આવ્યો છે.

for-non-contract-farming-farmers-potato-cultivation-was-a-nightmare

author img

By

Published : Mar 3, 2023, 10:04 PM IST

બટાકાની ખેતીએ રાતા પાણીએ રડાવ્યા

સાબરકાંઠા: ભારત સહિત ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પગલે બટાકાના ખેતી કરનારાઓ માટે ખુશીનો સમય આવ્યો છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે બટાકાની ખેતી રાતા પાણીએ રડવા સમાન થઈ છે. સાબરકાંઠાના ઈડર વડાલી તેમજ હિંમતનગર તાલુકાના ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ વિનાની બટાકાની ખેતી નુકસાનની ખેતી બની રહી છે.

બટાકાની ખેતી નુકસાનની ખેતી
બટાકાની ખેતી નુકસાનની ખેતી

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ: ભારત સહિત ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ કરનારા ખેડૂતો માટે હવે ભારે વિમાસણમાં મૂકવાનો સમય આવ્યો છે. હાલના તબક્કે બટાકાની લણણીનો સમય થઈ ચૂક્યો છે તેમજ મોટાભાગના ખેડૂતો બટાકાની મબલક આવક મેળવી રહ્યા છે. જોકે સૌથી વીમાસણનો સમય કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિના બટાકાની ખેતી કરનારા ખેડૂતો માટે સર્જાયો છે. એક તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત સાબરકાંઠાના ઈડરના ભાણપુર ગામના દલજીભાઇ પટેલની આગેવાનીમાં શરૂ થયેલું આંદોલનના પગલે પ્રતિ 20 કિલોએ રૂપિયા 40થી 46 સુધીનો વધારો થયો હતો. જોકે ભાવ વધારાથી બટાકાની ખેતી આ વખતે ફાયદાની ખેતી બની રહી છે.

બટાકાની ખેતી નુકસાનની ખેતી: જોકે કોન્ટ્રાક્ટમાં ન જોડાયેલા ખેડૂતો માટે બટાકાની ખેતી નુકસાનની ખેતી બની રહી છે. આ વખતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે છેલ્લા 10 વર્ષથી યથાવત રહેલો ભાવ આ વખતે પણ એટલો જ રહેતા ખેડૂતો માટે ભારે નુકસાનીનો સમય આવ્યો છે. એક તરફ પાછલા દસ વર્ષથી સતત વધતા જતા જંતુનાશક દવા તેમ જ રાસાયણિક ખાતરો સહિત મજૂરી ખર્ચમાં ખૂબ મોટો વધારો થયો છે. જોકે હાલના તબક્કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે હવે ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે સરકાર સહિત વહીવટી તંત્ર પાસે સહયોગની આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો Ahmedabad News : અમદાવાદ શહેરના તમામ ગાર્ડનના ખૂલ્લા રહેવાના સમયને લઇને કરાયો મોટો ફેરફાર

ગત વર્ષની સરખામણીએ ફાયદો: જોકે પાછલા દસ વર્ષથી બટાકાનો યથાવત ભાવ રહેવાના પગલે એક તરફ બાગાયતી ખેતી તરીકે ખેડૂતને સક્ષમ બનાવનારી બટાકાની ખેતીમાં કોન્ટ્રાક્ટ અંતર્ગત ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ ફાયદો મળી શકે તેમ છે. સાથોસાથ સાબરકાંઠાથી શરૂ થયેલા આંદોલનના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 200 કરોડથી વધારેની આવક થવાની સંભાવનાઓ છે.

આ પણ વાંચો World Wildlife Day 2023: સાસણ ગીરમાં માતા સાથે મસ્તી કરતાં 2 બાળસિંહનો વીડિયો આવ્યો સામે

ખેડૂત આલમમાં રોષ: કોન્ટ્રાક્ટ વગર ખેતી કરનારા ખેડૂતો માટે હાલના તબક્કે કોઈ વેપારીઓએ ભાવ વધારો જાહેર ન કરતા હવે ખેડૂત આલમમાં રોષ વાપ્યો છે. સાથોસાથ આગામી સમયમાં બટાકાની ખેતી સમગ્ર વિસ્તારમાં ઘટવાની સંભાવનાઓ શરૂ થઈ છે. એક તરફ આર્થિક દ્રષ્ટિએ મોંઘી ગણાતી બટાકાની ખેતીના પોષણક્ષમ ભાવ ન મળે તો ખેડૂતો માટે ફરી એકવાર બટાકાની ખેતી નુકસાનની ખેતી બની રહે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.