ETV Bharat / state

મહેસાણાનો વેપારી હની ટ્રેપમાં ફસાયો, બે મહિલાઓએ પ્રેમાલાપ કરી લાખો રૂપિયાની માગણી કરી - હની ટ્રેપ કેસ

મહેસાણાના વિસનગરના એક વેપારીને હની ટ્રેપ (Honey trap case in Mehsana)મામલે ફસાવી 50,000 રોકડા સહિત સાડા ચાર લાખ રૂપિયાની કાર તેમજ વધુ પાંચ લાખ રૂપિયાની ખંડણી લેવા જતા બે મહિલા સહિત પાંચ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે.

મહેસાણાનો વેપારી હની ટ્રેપમાં ફસાયો, બે મહિલાઓએ પ્રેમાલાપ કરી લાખો રૂપિયાની માગણી કરી

author img

By

Published : Jun 30, 2022, 4:25 PM IST

સાબરકાંઠા: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હની ટ્રેપ મામલે કેટલાય લોકોને લાખો રૂપિયાનો ચૂનો (honey trap case)લગાવી રહ્યા છે. મહેસાણાના વિસનગરના એક વેપારીને હનીટ્રેપ મામલે ફસાવી 50,000 રોકડા સહિત સાડા ચાર લાખ રૂપિયાની (Honey trap case in Mehsana)કાર તેમજ વધુ પાંચ લાખ રૂપિયાની ખંડણી લેવા જતા બે મહિલા સહિત પાંચ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે. તેમજ તમામની સામે બ્લેકમેલિંગ સહિતના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હની ટ્રેપ

બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ - મહેસાણાના વિસનગરના કાંસા ગામના વેપારી મિતેષ પટેલને 21 જૂન થી 28જૂન દરમિયાન વોટસઅપ વીડિયો કોલિંગથી બે મહિલાઓએ પ્રેમાલાપ કરી ફસાવ્યો હતો. તેમજ સાબરકાંઠાના ઈડરના એક ગેસ્ટ હાઉસમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. જો કે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે હની ટ્રેપ મામલે બે મહિલાઓ સહિત અન્ય પાંચ પુરુષો દ્વારા ધાક ધમકી સહિત લાખ રૂપિયાની તાત્કાલિક માગણી કરી હતી.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં જોરાવરનગરના વેપારીની હત્યા મામલે આરોપીઓની ધરપકડ

હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો - હની ટ્રેપમાં ફસાયેલા મિતેષ પટેલને આરોપીઓએ માર મારવા સહિત 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ બે અલગ અલગ એટીએમ કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સહિત રૂપિયા સાડા ચાર લાખની ગાડી પડાવી લીધી હતી. સાથોસાથ આ મામલે ઈડર કોર્ટ ખાતે નોટરી પણ કરાવી હતી. વધુ પાંચ લાખ રૂપિયાની માગણી પણ કરી હતી. પૂર્વ-નિયોજિત કાવતરાના ભાગરૂપે રૂપિયા દસ લાખની ખંડણી પણ માંગી હતી.

આરોપીઓની પોલીસે અટકાયત કરી - જોકે મિતેશ પટેલને હની ટ્રેપમાં ફસાયાની જાણ થતા તેમને આમલી સાબરકાંઠા જિલ્લા પોલીસને જાણ કરી હતી.હની ટ્રેપ કરનારી આ ગેંગે ફરીથી મિતેશ પટેલ પાસે રૂપિયા પાંચ લાખની માગણી કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઝડપી લેવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે અંતર્ગત રૂપિયા પાંચ લાખ લેવા જતા બે મહિલા તેમજ પાંચ પુરુષો સહિત સાત આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. આ તમામ આરોપીઓ પૈકી પૂર્વ નિવૃત્ત આર્મી જવાન પણ મુખ્ય ભૂમિકામાં હોવાનું ખૂલ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad Police Honeytrap Case: પૂર્વ PI ગીતા પઠાણ સહિત કુલ 8 આરોપી નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો

પોલીસની ખોટી ઓળખ આપી - જો કે નિવૃત્ત આર્મી જવાન પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપી હની ટ્રેપ મામલે નિર્ણાયક ભૂમિકા ભજવતો હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સમાવિષ્ટ છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક તરફ દિન પ્રતિદિન હની ટ્રેપ મામલે કેટલાય લોકો ભોગ બની રહ્યા છે. નિવૃત્ત સેના જવાનો પણ પોલીસની ખોટી ઓળખ આપી સામાન્ય જનતાને છેતરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં નૈતિકતાની દ્રષ્ટિએ સામાજિક આગેવાનો જાગૃત થાય તે સમયની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.