સાબરકાંઠા : એક તરફ સમગ્ર ભારતમાં લોકડાઉન છે, ત્યારે આજે સાબરકાંઠા પ્રાંતિજ નજીક આવેલા નનાનપુર પાસે દોડતી ગાડીમાં આગ લાગી હતી. તેમજ અચાનક લાગેલી આગને પગલે કારચાલકની સમયસૂચકતાના લીધે તેનો બચાવ થયો હતો. જો કે, ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી જતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી.
NH-8 સાબરકાંઠાના પ્રાંતિજ હિંમતનગરથી પસાર થાય છે. જેના પગલે ભારતમાં લોકડાઉન હોવા છતાં હાઈવે ઉપર અતિઆવશ્યક પરિસ્થિતિમાં કેટલાક વાહનો પસાર થતા હોય છે. જો કે આજે નનાનપુર નજીક અચાનક દોડતી કારમાં લાગેલી આગને પગલે સ્થાનિક ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. તેમજ સમય સૂચકતા દાખવી કાર ચાલકનો બચાવ થયો હતો.
જો કે, ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી જતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી. જો કે, કોઇ જાનહાની સર્જાઈ ન હતી.