સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા સાબર સ્ટેડિયમ આગામી 4, 5 અને 6 જાન્યુઆરી દરમિયાન ભારતભરમાં વસતા કચ્છી પાટીદારો સમાજના 27 રાજ્યો પૈકી દસ હજારથી વધારેની સંખ્યામાં રમતોત્સવ દરમિયાન રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા યુવક-યુવતીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આવશે.
જે અંતર્ગત હિંમતનગર પંચમ સ્ટેડિયમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવતીકાલે મુખ્યપ્રધાન તેમજના મુખ્ય પ્રધાનની મુલાકાત સહિત સમગ્ર સમાજ હાજર રહેશે. જેમાં તેમણે જણાવ્યું હતું કે,આ ઓલમ્પિક એ માત્ર રમતોત્સવ નથી પરંતુ કચ્છની ધરતીની વાત ગુજરાતના 27 રાજ્યોમાં વસતા કચ્છી સમાજના તમામ લોકો સુધી પહોંચાડવાની છે.
સમગ્ર રમતોત્સવ દરમિયાન 40 થી વધારે ગામડાઓમાં 27 રાજ્યો માંથી આવનારા તમામ રમતવીરોને રાખવામાં આવ્યા હતા.તેમ જ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સમક્ષ કેન્દ્ર સરકારે પાસ કરેલા CAA તેમજ NCRબિલ ને સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ સમર્થન કરશે.
સાથોસાથ 2020 નિમિત્તે તિરંગાના રંગમાં ફુગ્ગાઓમાં વિવિધ છોડ અને શાકભાજીના બિયારણો વાળા ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવશે જેના પગલે પર્યાવરણનું પણ રક્ષણ કરવાનું પ્રયાસ કરાશે.