સાબરકાંઠાનું ખેડબ્રહ્મા તેમજ પોશી વિસ્તાર સમગ્ર ભારતમાં કપાસના બિયારણ માટેનું હબ ગણાય છે. જો કે, ચાલુ વર્ષે આ વિસ્તારમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થતા કપાસનું બિયારણ કરનારા ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ કપાસના બિયારણ માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી ખેડૂતો દેવાદાર બની ચૂક્યા છે. સ્થાનિક વિસ્તારમાં સૌથી વધુ વસ્તી વનવાસી હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને તેમાં આ વર્ષે વધુ વરસાદ થવાથી ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. જેથી સોમવારે સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા પ્રાંત કચેરીએ ખેડૂતો સાથે સ્થાનિક પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડબ્રહ્માના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો, સ્થાનિક ધારાસભ્યે સરકાર પાસે કરી વિશેષ પેકેજની માંગ - CM vijay rupani
સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા તેમજ પોશી વિસ્તારમાં સતત વરસાદના પગલે કપાસનું બિયારણ ઉત્પાદન કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેના પગલે સોમવારે સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી.
સાબરકાંઠાનું ખેડબ્રહ્મા તેમજ પોશી વિસ્તાર સમગ્ર ભારતમાં કપાસના બિયારણ માટેનું હબ ગણાય છે. જો કે, ચાલુ વર્ષે આ વિસ્તારમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થતા કપાસનું બિયારણ કરનારા ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ કપાસના બિયારણ માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી ખેડૂતો દેવાદાર બની ચૂક્યા છે. સ્થાનિક વિસ્તારમાં સૌથી વધુ વસ્તી વનવાસી હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને તેમાં આ વર્ષે વધુ વરસાદ થવાથી ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. જેથી સોમવારે સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા પ્રાંત કચેરીએ ખેડૂતો સાથે સ્થાનિક પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સાબરકાંઠાનું ખેડબ્રહ્મા તેમજ પોશીના વિસ્તાર સમગ્ર ભારતમાં કપાસનું બિયારણ ઉત્પાદન કરતો સૌથી મોટો વિસ્તાર છે તેમજ કપાસ ના બિયારણ માટે નું હબ ગણાય છે જોકે આ વખતે સ્થાનિક વિસ્તારમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થવાના પગે કપાસનું બિયારણ કરનારા ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યું છે તો બીજી તરફ કપાસના બિયારણ માટે હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે જેના પગલે ખેડૂતો દેવાદાર બની ચૂકી છે સ્થાનિક વિસ્તારમાં સૌથી વધુ વસ્તી વનવાસી હોવાના પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ પહેલાથી જ નબળી છે અને એમાં આ વખતે ૧૦૦ ટકાથી વધુ વરસાદ થવાના પગલે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે ત્યારે આજે સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા પ્રાંત કચેરીએ ખેડૂતો સાથે સ્થાનિક પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે તેમજ ખેડૂતો માટે મુખ્યપ્રધાન દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોને પગભર કરવા રજૂઆત કરી છે.
જોકે ખેડૂતો માટે આ વર્ષે સતત વરસાદના પગલે કપાસ નું બિયારણ પેદા કરનારા ખેડૂતો માટે બેવડો માર સર્જાયું છે એક તરફ 100 ટકાથી વધુ વરસાદ થવાના પગલે પાક સદંતર નિષ્ફળ ગયું છે તો બીજી તરફ ધિરાણ લીધા બાદ પરત જમા ન કરી શકવાના પડી મોટાભાગની બેન્કોમાં બાકીદાર તરીકે નામ આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં કપાસનું બિયારણ ઉત્પન્ન કરનારા ખેડૂતોને સ્પેશિયલ પેકેજ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે સાથોસાથ સરકાર દ્વારા કોઈ સહાય ન કરાય તો ખેડૂતોને મરવાનો વારો આવી શકે તેમ છે જોકે આ અંગે સરકાર કેટલા અને કેવા ઠોસ પગલાં ભરે છે એ તો સમય બતાવશે
બાઈટ :અશ્વિન કોટવાલ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ દંડક તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય
બાઈટ:પરમાર અમથભાઈ, ખેડૂત
બાઈટ: પાંચા ભાઈ પરમાર ખેડૂત
Conclusion:એકદમ જગતનો તાત કહેવાતો ખેડૂત સતત વરસાદના પગલે દેવાદાર થઈ ચૂક્યો છે તેમજ પોતાની સામાજિક સ્થિતિને ટકાવી રાખવા માટે મરવાના વાંકે જીવી રહ્યો છે ત્યારે સરકાર સહિત સ્થાનિક વહીવટીતંત્ર ખેડૂતોની વહારે ક્યારે આવે છે તેમ જ કઈ રીતે આવે છે એ તો સમય બતાવશે