ETV Bharat / state

ઇડરમાં તંત્રના કારણે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો, મહિલાઓએ પાલિકા પહોંચી હોબાળો મચાવ્યો - Idar Municipality

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં તંત્રના કારણે એક વૃદ્ધાએ જીવ ગુમાવતા મંગળવારે ઇડર નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે સ્થિતિ વણસે તે પહેલા વહીવટી તંત્રએ પોતાની ભૂલ ન હોવાની વાત કરી હતી.

Idar
author img

By

Published : Jul 3, 2019, 12:28 PM IST

જિલ્લાની ઇડર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-7 માં રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી RCC રોડ બની રહ્યા છે. જો કે ગોકળ ગતિએ ચાલતુ આ કામ શરૂ કરાયા બાદ બંધ કરી દેવાયું છે. જેના પગલે સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. એક તરફ રોજિંદા કામ માટે અવર-જવર કરવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. તો બીજી તરફ પાલિકા દ્વારા આ મુદ્દે કોઈ ધ્યાન ન દોરવાતા હજુ સુધી રોડનું કામ બંધ હાલતમાં છે.

ઇડરમાં તંત્રના પાપે એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જે દરમિયાન સોમવારે એક વૃદ્ધ મહિલા રોડ બનાવવા માટે બનાવેલા ખાડામાં પડી જતાં મૃત્યુ થયું હતું. જેના પગલે સ્થાનિકોમાં ભારે વિરોધનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર આ મુદ્દે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવાની ખાત્રી આપતાં મામલો સમેટાયો હતો. જો કે આગામી સમયમાં આ મુદ્દે સમગ્ર વિસ્તારમાં બારે હંગામો સર્જાય તો નવાઈ નહીં.

RGJ_SBR_01_2 July_Hangamo_Avbb_Hasmukh

સાબરકાંઠાના ઇડરમાં તંત્રના પાપે એક વૃદ્ધાએ જીવ ગુમાવતા આજે ઇડર નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓએ હંગામો મચાવ્યો હતો જોકે સ્થિતિ વણસે તે પહેલા વહીવટીતંત્રે પોતાની ભૂલ ન હોવાની વાત કરી હતી.
સાબરકાંઠામાં ઇડર માં નગરપાલિકા દ્વારા વોર્ડ નમ્બર 7 માં રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી આર.સી.સી રોડ બની રહ્યું છે જોકે ગોકળ ગતિએ ચાલતું આ કામ શરૂ કરાયા બાદ બંધ કરી દેવાયું છે જેના પગલે સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે એક તરફ રોજિંદા કામ માટે અવરજવર કરવું દુષ્કર બન્યું છે તો બીજી તરફ પાલિકા દ્વારા આ મુદ્દે કોઈ ધ્યાન ન દોરવાતા હજી સુધી રોડનું કામ જેથી હાલતમાં છે સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જે દરમ્યાન ગતરોજ એક વૃદ્ધ આય અચાનક રોડ બનાવવા માટે બનાવેલ ખાડામાં પડી જતાં મૃત્યુ પામે છે જેના પગલે સ્થાનિકોમાં ભારે વિરોધનો માહોલ સર્જાય છે જેના પગલે આજે અચાનક સ્થાનિક વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી હંગામો મચાવ્યો હતો જ્યાં  નગરપાલિકાના ચીફ ઓફિસર આ મુદ્દે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવાની ખાત્રી આપતાં મામલો સામે હતો જો કે આગામી સમયમાં આ મુદ્દે સમગ્ર વિસ્તારમાં બારે હંગામો સર્જાય તો નવાઈ નહીં

બાઈટ:મેતી બેન મારવાડી
બાઈટ:-રમીલાબેન મારવાડી
બાઈટ:એલ બી દેસાઈ..ચીફ ઓફિસર,ઇડર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.