સાબરકાંઠાના ખેડબ્રહ્માના વિખરણ ગામે 2014માં બે પરિવારો વચ્ચે જમીન મામલે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. જેમાં એક દિવસ ઘાતક હથિયારો સાથે હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેથી આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે, આ કેસ ઈડર કોર્ટમાં ચાલી જતા આજે એક સાથે નવ વ્યક્તિઓને ઈડર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ હજુ ત્રણ વ્યક્તિઓ સામે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાનાર છે.
સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 9 વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ છે. જેના પગલે ઈડર કોર્ટ પરિસર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.