ETV Bharat / state

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ ઉપર, વિવિધ 14 માંગો પુરી કરવા કરી રજૂઆત

author img

By

Published : May 13, 2021, 8:30 AM IST

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 141 નર્સ સહિત 80 જેટલા ડોક્ટર ચોક્કસ મુદતની હડતાળ પર જતા સ્થાનિક સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્થિતિ ગંભીર બની છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ ઉકેલ આવ્યો નથી.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ ઉપર

  • હોસ્પિટલમાં નર્સ અને ડોક્ટર હડતાલ ઉપર
  • વિવિધ 14 માંગને પગલે હડતાલ
  • છેલ્લા દસ વર્ષથી માંગણી, છતાં શુન્ય પરિણામ

સાબરકાંઠા: જિલ્લાની GMERS મેડિકલ‌ કોલેજના ડોક્ટર સહિત નર્સોની આજથી અનિશ્ચિતત કાલિન હડતાલ ઉપર જતા કોવિડ સહિત નોન કોવિડની તમામ‌ કામગીરી કરી ઠપ્પ થઈ છે. જેમાં 141 નર્સો સહિત 80 ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે.જો કે આ તમામ કર્મચારીઓને CPF, પ્રમોશન સહિતની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ગયા છે તેમજ સરકાર જ્યાં સુધી માંગણી પુરી ન કરે ત્યાં સુધી હડતાલ પર રહેવા કટીબદ્ધ છે. જો કે આ તમામ વચ્ચે દર્દીઓની હાલત બેહાલ બની છે.

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે

સંક્રમણનો ભોગ બની ચૂકેલા લોકો માટે નર્સ એન્ડ ડોક્ટર દેવદૂત સમાન

જો કે હાલમાં વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાને પગલે દિન-પ્રતિદિન દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે વિવિધ દર્દીઓ સહિત કોરોના મહામારી સંક્રમણનો ભોગ બની ચૂકેલા લોકો માટે નર્સ એન્ડ ડોક્ટર દેવદૂત ગણાય છે. ત્યારે હાલમાં છેલ્લા 10 વર્ષથી વિવિધ માંગોના પગલે હડતાળ ઉપર જવાને જતા સ્થાનિક દર્દીઓની હાલત કફોડી થઈ છે. એક તરફ ડોક્ટર તેમજ નર્સ માટે વિવિધ માગણી અંગે છેલ્લા 10 વર્ષથી કોઇ નિર્ણય લેવાયો નથી. તેવા સંજોગોમાં મહામારીના સમયમાં ડોક્ટર હડતાલ ઉપર જતા દર્દીઓ માટે ભારે સમસ્યા સર્જાઈ છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી, ત્યારે આગામી સમયમાં સંકટ તો કેટલાય દર્દીઓના જીવ જોખમમાં આવી શકે તેમ છે.

આ પણ વાંચો: હિંમતનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી દાખલ, જિલ્લામાં ખળભળાટ

દર્દીઓની સ્થિતિ કફોડી

એક તરફ દર્દીઓની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે, તો બીજી તરફ ડોક્ટર નર્સ હડતાલ ઉપર જતા કોરોના સંક્રમિત તેમજ અન્ય દુઃખ-દર્દ અનુભવી રહેલા દર્દીઓ માટે ગંભીર સમસ્યા સર્જાઈ છે. વિવિધ હોસ્પિટલોમાંથી સરકારી સુવિધા મેળવવા માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ અચાનક હડતાલ ઉપર જતા દર્દીઓ કફોડી સ્થિતીમાં મૂકાયા છે. જો કે આ મામલે આગામી સમયમાં ચોક્કસ નિર્ણય લેવાય તે સમયની માંગ છે, ત્યારે જોવું એ રહે છે કે, આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલાં પગલાં લેવાય છે.

જો કે રાજ્ય સરકાર સામે કરાયેલી વિવિધ માંગોને પગલે હડતાલ ઉપર ગયેલા ડોક્ટરો તેમજ નર્સ જો તાત્કાલિક ધોરણે કામ ઉપર પાછા નહીં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં સમસ્યા સર્જાઇ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.