ETV Bharat / state

જય અંબેના નાદ સાથે સાબરકાંઠાના માર્ગો પર ભક્તોનું ઘોડાપુર - સાબરકાંઠા

સાબરકાંઠા: જિલ્લાના માર્ગો જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠયા છે. વરસતા વરસાદમાં પણ પદયાત્રીઓ અંબાજી તરફ આગેકૂચ કરી રહ્યા છે. નાના બાળકોથી લઈ પદયાત્રીઓ ખેડબ્રહ્મા ઊભરાયું છે.

etv bharat sabarkanth
author img

By

Published : Sep 8, 2019, 6:09 AM IST

Updated : Sep 8, 2019, 7:42 AM IST

ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી તેમજ બનાસકાંઠાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા મંદિરેથી એક લાખથી વધારે પદયાત્રીઓએ જગત જનની જગદંબાના દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કર્યુ છે. તેમજ આગામી સમયમાં અંદાજીત 10 લાખથી વધારે માઇભક્તો દર્શન કરી અંબાજી તરફ રવાના થશે. વરસાદી સિઝન હોવા છતાં પદયાત્રીઓ કોઈપણ પ્રકારની પરવા કર્યા વિના આદ્યશક્તિના આશરે ચાલી રહ્યા છે.

સાબરકાંઠાના માર્ગો પર ભક્તિનું ઘોડાપુર

ખેડબ્રહ્મા સહિત અંબાજી જવાના તમામ માર્ગો પર પદયાત્રીઓનું કીડીયારું ઊભરાયું હોય તે પ્રકારનો દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. એક તરફ શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપુર ઉમટી હોય તેવા દ્રશ્યો સાથે અરવલ્લીની ગીરીકંદરાઓમાં બોલ માડી અંબે જય જય અંબે તેમજ અંબાજી દૂર છે જાવું જરૂર છે, જયઘોષ સંભળાઈ રહ્યા છે.

અંબાજી જતા પહેલા ખેડબ્રહ્માના આદ્યશક્તિની આરાધના શિશ નમન અને ધજા ચડાવ્યા બાદ અંબાજીમાંમાં જગત જનનીને શીશ ઝુકાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાના હજારો દાખલા છે. જેના પગલે ખેડબ્રહ્મામાં અત્યાર સુધીમાં 200થી વધારે સંઘ ધ્વજારોહણ કરી અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે.

એક લાખથી વધારે માઇભક્તો ખેડબ્રહ્મામાં અંબાના દર્શન કરી શીશ ઝૂકાવી ચૂક્યા છે. તેમજ આગામી સમયમાં 10 લાખથી વધારે માઇભક્તો ખેડબ્રહ્મા ખાતે માં જગદંબાના દર્શનાર્થે આવનાર છે. તેમજ આગામી સમયમાં 415 થી વધારે સંઘ અંબાજી તરફ પ્રયાણ કરવાની સંભાવના છે. તમામ ભક્તોને પૂર્ણ સુવિધા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટી પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. મંદિરમાં 22 થી વધુ CCTV કેમેરા સહિત પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

Intro:સાબરકાંઠાના માર્ગો જય અંબેના જયઘોષથી ગાજી ઉઠયા....
વરસતા વરસાદમાં પણ પદયાત્રીઓની અંબાજી તરફ આગેકૂચ...
નાના બાળકો ને લઈ માત પિતા ચાલ્યા અંબાજી...
પદયાત્રીઓથી ખેડબ્રહ્મા ઊભરાયું...
Body:
હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી તેમજ બનાસકાંઠાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે આજે સાબરકાંઠા જિલ્લાના મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા મંદિરેથી એક લાખથી વધારે પદયાત્રીઓએ જગત જનની જગદંબા ના દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કર્યુ છે તેમજ આગામી સમયમાં અંદાજીત ૧૦ લાખથી વધારે માઇભક્તો માં દર્શન કરી અંબાજી તરફ રવાના થશે ત્યારે હાલમાં વરસાદી સિઝન હોવા છતાં પદયાત્રીઓ કોઈપણ પ્રકારની પરવા કર્યા વિના આદ્યશક્તિ ના આશરે ચાલી રહ્યા છે વરસાદ શરૂ થતા છત્રી, પ્લાસ્ટિક કે કંઈ ન હોય તો બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે આજે સમગ્ર ખેડબ્રહ્મા સહિત અંબાજી જવાના તમામ માર્ગો પર પદયાત્રીઓ નું કીડીયારું ઊભરાયું હોય તે પ્રકારનો દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે એક તરફ શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપુર ઉમટી હોય તેવા દ્રશ્યો સાથે અરવલ્લીની ગીરીકંદરાઓમાં બોલ માડી અંબે જય જય અંબે તેમજ અંબાજી દૂર છે જાવું જરૂર છે જયઘોષ સંભળાઈ રહ્યું છે આગામી સમયમાં હજુ પણ જે પ્રકારે પદયાત્રીઓનો ઉત્સાહ વધી રહ્યો છે તે જોતા ગત વર્ષ કરતાં પણ આ વર્ષે માઈ ભક્તોની સંખ્યા ઘણી વધી શકે એમ છે

અંબાજી જતા પહેલા ખેડબ્રહ્મા ના આદ્યશક્તિની આરાધના શિશ નમન અને ધજા ચડાવ્યા બાદ અંબાજીમાં માં જગત જનની ને શીશ ઝુકાવવા થી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાના હજારો દાખલા છે જેના પગલે ખેડબ્રહ્મામાં અત્યાર સુધીમાં 200થી વધારે સંઘ ધ્વજારોહણ કરી અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે હાલમાં ભક્તજનો વરસતા વરસાદ માપણ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે તેમજ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના જગત જનની ના દર્શન કરવા આતુર છે

હાલમાં એક લાખથી વધારે માઇભક્તો ખેડબ્રહ્મા મા દર્શન કરી શીશ ઝૂકાવી ચૂક્યા છે તેમજ આગામી સમયમાં 10 લાખથી વધારે માઇભક્તો ખેડબ્રહ્મા ખાતે મા જગદંબાના દર્શનાર્થે આવનાર છે તેમજ આગામી સમય માં 415 થી વધારે સંઘ અંબાજી તરફ પ્રયાણ કરવાની સંભાવના છે સાથોસાથ તમામ ભક્તોને પૂર્ણ સુવિધા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટી પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવાઈ રહી છે મંદિરમાં 22 થી વધુ સીસીટીવી કેમેરા સહિત પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ફાળવી દેવાયો છે જેના પગલે પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પૂરું ધ્યાન લેવાઈ રહ્યું છે-

બાઈટ:-ઘનશ્યામ રહેવર, સંચાલક,ખેડબ્રહમા આરાસુરી ટ્રસ્ટ,

Conclusion:જોકે ભક્તિના પૂરમાં આજની તારીખે સાબરકાંઠા જિલ્લાના તમામ માર્ગો સહિત મીની અંબાજી તરીકે ઓળખાતું ખેડબ્રહ્મા પણ રહી ચૂકી છે તેમજ તમામ જગ્યાએથી એક જ નાદ સંભળાય છે અંબાજી દૂર છે જાવું જરૂર છે
Last Updated : Sep 8, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.