ETV Bharat / state

સાબરકાંઠામાં ડેન્ગ્યુનો કહેર યથાવત, વધુ 1નું મોત - ડેન્ગ્યુ સામે સાવચેતીના પગલા

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. હવે આ બિમારી લોકોના મોત લઈ રહી છે. જેમાં હિંમતનગરના હરીપુરા કંપા ખાતે ડેન્ગ્યુના કારણે 1 વ્યક્તિનું મોત થતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

dengyu-in-sabarkantha-1-death
author img

By

Published : Nov 2, 2019, 8:45 PM IST

ડેન્ગ્યુ સામે રક્ષણ પુરૂ પાડવામાં સાબરકાંઠા આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું છે. ડેન્ગ્યુના પગલે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

હિંમતનગરના હરીપુરા કંપામાં આઠથી દસ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાંથી આજે 1 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા હતા. હરીપુરા કંપાના ગૃહસ્થીને ડેન્ગ્યુની અસર થતા સારવાર માટે હિંમતનગર બાદ અમદાવાદ ખાતે ખસેડાયા હતાં, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં.

સાબરકાંઠામાં ડેન્ગ્યુનો કહેર યથાવત, વધુ 1નું મોત

આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર રાજ્યમાં 'સ્વચ્છ ગુજરાત'ના નારા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચ થાય છે. તેમજ ડેન્ગ્યુને રોકવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લા સમાહર્તા ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ ઠોસ કામગીરી થઇ શકી નથી.

ડેન્ગ્યુના કારણે થઈ રહેલા મોત બાદ હવે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે. જો કે, હજુ પણ સ્થાનિક કક્ષાએ લોકો વહીવટી તંત્ર સામે ડેન્ગ્યુની માહિતી તેમ જ તેને રોકવા માટે પૂરેપૂરા પ્રયાસો હાથ ધરવા આજીજી કરતા નજરે પડે છે.

આ અંગે આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્ર ક્યારે કામે લાગશે તે તો સમયાંતરે જોવા મળશે. તાત્કાલિક ધોરણે ડેગ્યુના રોગ સામે યુદ્ધના ધોરણે કામગીરી નહીં થાય તો સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ હજુ પણ ડેન્ગ્યુની મહામારી ફેલાઈ શકે તેમ છે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુને કહેર વધતા હવે મોત સુધી પહોંચી ચૂક્યો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના હરીપુરા કંપા ખાતે ડેગ્યુના પગલે એકનું મોત થતાં સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે
Body:
સાબરકાંઠા જિલ્લામાં તાજેતરમાં વધતા જતા ડેન્ગ્યુના પગલે પહેલેથી જ આરોગ્ય વિભાગ નિષ્ક્રિયતા સામે આવી રહી છે જોકે હવે ડેગ્યુ ના પગલે લોકો મોતને પણ ભેટી રહ્યા છે કે હિંમતનગરના હરીપુરા કંપા માં આઠથી દસ ડેન્ગ્યુના કેસ હોવા છતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિયતાને પગલે એક ગૃહસ્થી નું મોત થયું છે હરીપુરા કંપાના ગૃહસ્થી ને ડેન્ગ્યુની અસર થતા સારવાર માટે હિંમતનગર બાદ અમદાવાદ ખસેડાયા હતા જ્યાં તેમની તબિયત સતત લથડતા આખરે ડેગ્યુના પગલે મોતને ભેટયાં છે જેના પગલે હવે સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર રાજ્યમાં સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગુજરાત ના નારા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચ થાય છે તેમજ ડેન્ગ્યુને રોકવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લા સમાહર્તા ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ ઠોસ કામગીરી થઇ શકી નથી ત્યારે હવે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે જોકે હજુ પણ સ્થાનિક કક્ષાએ લોકો વહીવટી તંત્ર સામે ડેન્ગ્યુ ની માહિતી તેમ જ તેને રોકવા માટે પૂરેપૂરા પ્રયાસો હાથ ધરવા આજીજી કરતા નજરે પડે છે જોકે આ અંગે આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્ર ક્યારે કામે લાગશે એ તો સમય બતાવશે જો કે તાત્કાલિક ધોરણે ડેગ્યુના રોગ સામે યુદ્ધના ધોરણે કામગીરી નહીં થાય તો સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ હજુ પણ ડેન્ગ્યુની મહામારી ફેલાઈ શકે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે ડેન્ગ્યુના પગલે મોતના મુખમાં ધકેલાઈ રહેલા દર્દીઓ સહિત રોગચાળો અટકાવવા માટે તંત્ર ક્યારે કામે લાગે છે

બાઈટ: દીપક પટેલ, મૃતકના પરિવારજનConclusion:જોકે આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને પગલી ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તેજીના પગલે જ કામગીરી નહીં થાય તો ગુજરાતમાં સૌથી ચર્ચિત સાબરકાંઠા જિલ્લો બની રહે તેમાં કોઈ શંકાને સ્થાન નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.