- મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સમાં કરાવાય છે પ્રવાસ
- સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં ગાઈડ લાઇનના ઉડ્યા ધજાગરા
- વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સમાં અપડાઉન કરાવવામાં આવતા વિવાદ
સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ વધવાના પગલે જિલ્લાની મોટાભાગની હોસ્પિટલોના બેડ દર્દીઓથી ઉભરાઈ શકે છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સમાં પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં વિવાદનો વંટોળ સર્જ્યો છે. કોરોના સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા ગાઇડ લાઇન રજૂ કરવામાં આવી છે, જોકે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ગાઇડ લાઈનનો ભંગ કરાતો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના વધુ બન્યો ઘાતક
એમ્બ્યુલન્સમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થિઓને બેસાડવામાં આવે છે
મેડિકલ વિદ્યાર્થિનીઓને અપડાઉન માટે હિંમતનગર જિલ્લા સિવિલ તંત્ર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે, જેમાં વિદ્યાર્થિઓને વધુ સંખ્યામાં બેસાડવામાં આવે છે. ત્યારે આ મામલે વહીવટી તંત્રનું ધ્યાન દોરતાં તેમણે મૌન સેવ્યું હતું. કોવિડ ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડ્યા હતા. એક તરફ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ તેમજ મોટાભાગની હોસ્પિટલોના બેડ દર્દીઓથી ઉભરાઈ ચૂક્યા છે, ત્યારે આગામી સમયમાં નર્સિંગનો અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાય તો વહીવટીતંત્ર માટે વધુ એક સવાલ સર્જી શકે તેમ છે.
આ પણ વાંચોઃ હાઇકોર્ટના લોકડાઉનના નિર્દેશને લઈ સુરતના ત્રણ ધારાસભ્ય, ડે. મેયર અને ભાજપ શહેરના પ્રમુખે શુ કહ્યું?
વિદ્યાર્થીનીઓમાં કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા
જિલ્લા સિવિલ હોસ્પિટલ દ્વારા નર્સિંગનો અભ્યાસ કરનારી વિદ્યાર્થિઓને અપડાઉન માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખાનગી વાહનચાલકોને પ્રવેશ અપાયો નથી. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આગામી સમયમાં અભ્યાસ કરનારી આ વિદ્યાર્થીનીઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાની સંપૂર્ણ સંભાવના છે. કોરોના ગાઇડ લાઇનનો ભંગ થતો હોવાના પગલે જિલ્લામાં વિવાદ સર્જાયો છે.