- સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું
- 2022માં કોંગ્રેસ આવશે સત્તા પર
- કોરોના મહામારીમાં મૃતકોના ઘરે અપાશે શ્રદ્ધાંજલિ
- સરકાર પાસે રૂપિયા ચાર લાખની કરાશે માગ
સાબરકાંઠા: 2022ની વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે શનિવારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને એક જાહેર બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ હારેલા અને જીતેલા ઉમેદવારો સહિત સાંસદના લોકસભાના ઉમેદવાર તેમજ કેન્દ્રના ધારાસભ્ય હાજર રહ્યા હતા. જેમને આગામી 2022 વિધાનસભા કબજે કરવા માટે એકરૂપ થવા આહવાન કરાયું છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ગુજરાત કોંગ્રેસની બેઠક યોજાઈ
સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોની લાગણીને બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરાશે
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભા કબજે કરવા માટે કોંગ્રેસે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં 2022ની વિધાનસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક જનતા હાલમાં ભાજપના રાજથી દુઃખી છે. કોરોના મહામારીમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, ત્યારે આગામી સમયમાં રોજગારીના મુદ્દે, ભ્રષ્ટાચારના મુદ્દે, ખેડૂતોના મુદ્દે તેમજ યુવાનોના મુદ્દે પ્રજાલક્ષી રાજ આપવા માટે આગામી 1 તારીખથી સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોની લાગણીને બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરાશે. તેમજ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપવાની સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે રૂપિયા ચાર લાખની સહાયની માગ કરવામાં આવશે. આગામી સમયમાં સ્થાનિક જનતાના વિરોધના પગલે ગુજરાતમાં પરિવર્તનની સરકાર બનશે અને કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી શકે તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દિલ્હી હિંસા મામલે CWCની બેઠક, રાહુલની ગેરહાજરી
2022માં કોંગ્રેસ આવશે સત્તામાં
એક તરફ કોરોના મહામારીને પગલે છેવાડાના વ્યક્તિમાં વહીવટી તંત્ર સહિત સરકાર સામે ભારોભાર રોષ વ્યાપ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા છેવાડાના વ્યક્તિના ઘર સુધી શ્રદ્ધાંજલિ માટે રૂબરૂ મૂલાકાત લેવામાં આવશે. આગામી 1 જુલાઇથી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનો માટે રૂપિયા ચાર લાખની માગ કરવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો આપવામાં આવશે. રોજગારીના મામલે, ભ્રષ્ટાચારના મામલે, કિસાનોના મામલે છેવાડાના વ્યકતિને જાગૃત કરી સંગઠનને મજબૂત બનાવી 2022માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવે તે પ્રકારે આયોજન કરવામાં આવશે. જેના ભાગરૂપે હિંમતનગરમાં બેઠક બોલાવાઈ છે, જેમાં અત્યારથી જ કોંગ્રેસની વિધાનસભાના દરેક ઉમેદવારને જીત અપાવવા એકરૂપ થવા હાકલ કરી છે.