- ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓને આપી સાંત્વના
- વિવિધ ફરિયાદોના આધારે કરાયા સૂચન
- તંત્ર પાસે વધુ સુવિધા આપવા સૂચન
સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલ તંત્ર સહિત સ્થાનિક દર્દીઓની વ્યથા સાંભળી હતી તેમ જ તેમને સાંત્વના પાઠવી હતી સાથોસાથ વહીવટીતંત્રને તાત્કાલિક ધોરણે વધુ સુવિધાઓ આપવા દિશા નિર્દેશ કરાયો છે.
તાત્કાલિક ધોરણે વધુ ફેટ વધારવાની પણ માગ કરી
સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે મંગળવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક દિવસીય મુલાકાત લઇ સ્થાનિક દર્દીઓ સહિત વહીવટી તંત્ર પાસે સુવિધા તેમજ આગામી સમયમાં કોઈ મોટી સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં તેમની રેમડેસિવિર ઇન્જેક્શન ઓક્સિજન સહિત વેન્ટિલેટર બેડ વધારવાની વાત કરી હતી. સાથોસાથ જે દર્દીઓ સારવાર વિના હોસ્પિટલ બહાર રહે છે. તેમને તાત્કાલિક ધોરણે વધુ ફેટ વધારવાની પણ માગ કરી છે.
દર્દીઓના પરિવારજનો સાથે કરી મુલાકાત
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી હતી તેમજ મુલાકાત દરમિયાન તેમની છેલ્લા 24 કલાકથી લાઈનમાં રહેલા દર્દીઓ તેમજ પરિવારજનોની વ્યથા સાંભળી હતી સાથોસાથ તેમની જણાવ્યું હતું કે હાલમાં એક સાથે કોરોનાનો વ્યાપ વધુ વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી રહી છે ત્યારે ધીરજથી કામ લેવાની વાત કરી હતી.