ETV Bharat / state

સાબરકાંઠા: ઈડર અને હિંમતનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 25થી વધારે કાર્યકર્તાઓની અટકાયત - કોંગ્રેસ

સમગ્ર ભારતમાં કેટલાક કિસાન સંગઠન દ્વારા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ઇડર તેમ જ હિંમતનગરમાં કૃષિ સુધારા વિધેયકનો વિરોધ કરી તેની જાહેર રસ્તા ઉપર હોળી કરતા જિલ્લા પોલીસે ૨૫થી વધારે કાર્યકર્તાઓને અટકાયત કરી છે.

સાબરકાંઠાના ઈડર અને હિંમતનગરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, 25થી વધારે કાર્યકર્તાઓની અટકાયત

author img

By

Published : Dec 24, 2020, 3:54 PM IST

  • કૃષિ કાયદા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
  • સાબરકાંઠામાં ઇડર હિંમતનગરમાં કરાયો વિરોધ
  • કૃષિ વિધેયકની જાહેર રસ્તા ઉપર કરાઈ હોળી
  • કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત

હિંમતનગરઃ સમગ્ર દેશમાં કેટલા કિસાન સંગઠન દ્વારા છેલ્લા કેટલાક સમયથી દિલ્હી ખાતે કૃષિ વિવેક રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ઇડર તેમજ હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ૨૫થી વધારે કાર્યકર્તાઓની થવા પામી છે. તેમજ કાયદાના બિલની કોપીને જાહેર રસ્તા ઉપર સળગાવી વિરોધ કરતાં સાબરકાંઠા જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી હતી તેમ જ તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતાં.

  • કૃષિ વિષયક મામલે કોંગ્રેસનો વિરોધ

    છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવિધ વિરોધાભાસ વચ્ચે કૃષિ સંગઠનોના સમર્થનમાં આજથી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે જે અંતર્ગત હિંમતનગર ખાતે કોંગ્રેસ દ્વારા ભારત સરકારનો વિરોધ કરાયો હતો. તેમજ નવીન કૃષિ સુધારા રદ કરવાની માગ સાથે સૂત્રોચાર કરાયા હતાં. સાથોસાથ કૃષિ સુધારો ન કરવા તેમજ કૃષિ બિલને સંપૂર્ણપણે રદ કરવાની માગ કરાઇ છે. તેમ જ કૃષિ બિલની કોપીને જાહેર રસ્તા ઉપર સળગાવી વિરોધ કર્યો હતો.
    કૃષિ કાયદા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

  • મંજૂરી વિના વિરોધ પ્રદર્શન કરતાં અટકાયત

    સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કૃષિ સુધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસે 25થી વધારે કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરી છે. સાથોસાથ વિના પરમિશન જાહેર રસ્તા ઉપર ભારત સરકારના કૃષિ સંશોધન બિલને સળગાવી વિરોધ પ્રદર્શન કરતા 25થી વધારે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકા થવા પામી છે જેમાં નવીન નિમાયેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા છે.

જો કે એક તરફ કોંગ્રેસ દ્વારા કૃષિ સુધારાને મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહી છે તો કેટલાક કૃષિ સંગઠનો દ્વારા ભારત સરકારનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જ જોવાનું રહે છે કે આગામી સમયમાં આ મામલે કેવા સમીકરણ અસ્તિત્વમાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.