ETV Bharat / state

Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ - હિંમતનગરમાં રેપિડ એક્શન ફોર્સ

હિંમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર પથ્થરમારો (Communal Violence In Himmatnagar) કરવાની ઘટનામાં 39 જેટલી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા 700 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે જિલ્લા પોલીસે કોમ્બિંગ પણ હાથ ધર્યું છે.

પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

author img

By

Published : Apr 11, 2022, 7:10 PM IST

હિંમતનગર: ગતરોજ હિંમતનગર ખાતે રામનવમી (ram navami 2022) નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા (Communal Violence In Himmatnagar)ના પગલે હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લગાવવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાંથી હિંમતનગરમાં પોલીસ ખડકવામાં આવી છે. સમગ્ર શહેરમાં અજંપાભરી સ્થિતિ બાદ હાલમાં શાંતિનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે (Sabarkantha District Police) ગત રોજ થયેલા આ બનાવના પગલે 39 જેટલી વ્યક્તિઓ (stone pelters in himmatnagar) સામે ફરિયાદ કરી છે.

સમગ્ર શહેરમાં અજંપાભરી સ્થિતિ બાદ હાલમાં શાંતિનો માહોલ.

પથ્થરમારામાં 10 પોલીસ કર્મચારીઓ ઘાયલ- પોલીસ દ્વારા 700 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઇ છે. તેમજ હાલમાં જિલ્લા પોલીસે ખાડિયા સહિત અન્ય વિસ્તારોમાંથી કોમ્બિંગ કરી જવાબદાર લોકોની ધરપકડ શરૂ કરી છે. હિંમતનગર ખાતે ગતરોજ રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા (ram navami shobha yatra himmatnagar) દરમિયાન અચાનક પથ્થરમારાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત મહેસાણા અને અરવલ્લી જિલ્લાની પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સાથોસાથ અચાનક પથ્થરમારાના પગલે 10 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ,તપાસના આદેશ સાથે હિંસાખોરો સામે કાર્યવાહી શરુ

SRPF અને રેપિડ એક્શન ફોર્સને ઉતારવામાં આવી- જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિકો પણ પથ્થરમારાનો ભોગ બન્યા હતા. પોલીસે સ્થિતિની ગંભીરતા સમજતા SRPFની 4 તેમજ રેપિડ એક્શન ફોર્સ (Rapid Action Force In Himmatnagar)ની 2 ટીમને હિંમતનગર બોલાવી હતી. પોલીસે આજે સવારથી જ પાણપુર તેમજ છાપરીયા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સાથોસાથ જિલ્લા પોલીસની વિવિધ ટીમો પણ આ પેટ્રોલિંગમાં જોડાઈ હતી.

આ પણ વાંચો: Himmatnagar Group Pelted : હિંમતનગરમાં પથ્થરમારાની ઘટના થતા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધારા 144 લાગુ

સ્થિતિ કાબૂમાં- પેટ્રોલિંગમાં ગત મોડી રાત્રે થયેલી ફરિયાદના આધારે જિલ્લા પોલીસે કોમ્બિંગ (Police combing In Himmatnagar) પણ હાથ ધર્યું છે, જેમાં જવાબદાર છે તે લોકોની અટકાયતનો દોર પણ શરૂ થયો છે. જો કે આ મામલે પોલીસ પ્રેસ કોનફરન્સમાં સાંજે 5 વાગ્યા બાદ સમગ્ર ઘટના બાબતે ચિતાર રજૂ કરશે. હાલમાં શહેરમાં સ્થિતિ કાબૂમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.