ETV Bharat / state

એક મિત્રને બચાવવા અન્ય મિત્રોએ મગર સાથે પણ લડી લીધું!

સાબરકાંઠાઃ ગુણભાખરી નદીમાં ન્હાવા પડેલા કિશોરનો પગ મગરે ખેંચી લીધો હતો. પોતાના બચાવમાં બુમાબુમ કરતા તેના મિત્રો આવી ગયા હતાં. મગરને પથ્થરો મારી તેને બચાવી લેવાયો હતો. પરંતુ આ ઘટનામાં કિશોર ચંદુના જમણા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

author img

By

Published : May 14, 2019, 9:38 PM IST

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ગુણભાખરી ગામ આવેલું છે. આ ગામનો 14 વર્ષિય ચંદુ ગમાર તેના કુકડી ગામના મિત્રો સાથે સાબરમતીમાં ન્હાવા ગયો હતો. બધા મિત્રો બપોરની આકરી ગરમીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતાં. એ જ સમયે મહાકાય મગરે ચંદુ ઉપર તરાપ મારી હતી. જમણો પગ મગરનાં જડબામાં આવી જતા મગર તેને નદીના ઉંડા પાણીમાં ખેંચી રહ્યો હતો. ચંદુએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ કરી હતી.

એક મિત્રને બચાવવા અન્ય મિત્રોએ મગર સાથે પણ લડી લીધું!

બચાવમાં આવી ગયેલા જયંતિ ગમાર, કપીલ ગમાર,વનરાજ ગમાર અને સાકા ગમારે મગર પર પથ્થર મારી મહામહેનતે ચંદુનો પગ મગરનાં મોં માંથી બચાવ્યો હતો. આ ઘટનામાં ચંદુનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેનો જમણા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘાયલ ચંદુને નદીની બહાર ખેંચી લાવી 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. તેને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હિમતનગર સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ ચંદુને વધુ સારવારની જરુર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

R_GJ_SBR_01_14 May_Nadi_Av_Hasmukh

એન્કર 
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના ગુણ ભાખરીના કિશોરને મગર ખેચી જતા મિત્રને મિત્રોએ બચાવ્યો આ કૂકડી ગામના મિત્રો ગુણભાખરી ગામનામિત્ર સાથે બપોરે સાબરમતીમાં નાહવા ગયા હતા.ત્યારે અચાનક પાણીમાં મિત્ર ચંદુને મગરે ખેચી લીધો હતો ત્યારે ગંભીર ઈજાગ્રસ્તને ચંદુને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ગુણભાખરીનો ધો-૮ માં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય ચંદુ ગમાર આજે બપોરે કૂકડી ગામના ચાર મિત્રો સાથે સાબરમતી નદીમાં નહવા ગયા હતા દરમિયાન ચંદુને ને મગર ખેચી ગયો હતો તેને તેના કૂકડી ગામના જયંતિ બાબુ ગમાર,કપીલ ચંદુભાઈ ગમાર,વનરાજ ફોજાભાઈ ગમાર, અને સાકાભાઈ  બચુભાઈ ગમારે ચંદુને મગરના મો માંથી બચાવ્યો હતો પરંતુ ચંદુનો મગરે જમણો પગ મોમાં લઇ લેતા ગંભીર ઘાયલ થયો હતો જેથી ૧૦૮ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ માં ખેરોજ અને ત્યાંથી ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હિમતનગર સિવિલમાં ખસેડાયેલ જ્યાં ચંદુના પગને ગંભીર ઇજને લઈને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.