સાબરકાંઠાઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ શનિવારે સાબરકાંઠાની મુલાકાતે હતા. જો કે, સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આ મામલે ક્યાંક કાચું કપાયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાર્ટીના આગમન સમયે વિશેષ તૈયારીઓ રૂપે વાજિંંત્રો સાથે બોલાવેલા વનવાસી ભાઈઓ માસ્ક વિના દેખાતા હતા, તો બીજી તરફ કાર્યકર્તાઓની સંખ્યા ટાઉન હોલ કરતા વધી જતા કાર્યકર્તા હોય નીચે બેસવાનો વારો આવ્યો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ તો જાણે કે ભુલાઈ ગયું હોય તેમ તમામ કાર્યકર્તાઓને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે તસવીર લેવા કતાર લગાવી હતી.
આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીને પૂછતા તેમને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટેની તમામ તૈયારીઓ કરાઈ છે. તેમ જ મોટાભાગના લોકો મસ્ત સાથે જોવા મળ્યા છે. કોરોના મહામારીને વધારનારા તમામ પરિબળો એક સાથે હોવા છતાં આગામી સમયમાં આ મામલે વહીવટી તંત્ર દ્વારા કેટલા અને કેવા પગલાં લેવામાં આવે છે.
સ્થાનિક ભાજપ દ્વારા વિશેષ તૈયારીઓ કરાઇ હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું નથી. તેમજ મોટા ભાગના લોકો માસ્ક વગર દેખાયા હતા. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં મળેલું પ્રચંડ જનસમર્થન આગામી સમયમાં કેટલું સફળ થાય છે એ તો સમય જ બતાવશે.
સી આર પાટીલના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાનો ટ્રેક રેકોર્ડ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખોડલધામના કર્યા દર્શન, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
રાજકોટ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના દર્શન કર્યાં હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે કાગવડ ખોડીયાર માતાજી સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. સીઆર પાટીલ ખોડલધામ આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ખોડલધામ પહેલી વાર આવ્યો છું પણ મને એવું નથી લાગતું કે, હું ખોડલધામ પહેલી વાર આવ્યો છું. અહીં દર્શન બાદ તેમની રજતતુલા પણ કરવામાં આવી હતી.
પારડીમાં સી.આર.પાટીલના અભિવાદન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
વલસાડ :જિલ્લાના પારડી ખાતે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત સી.આર.પાટીલનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ઓડિટોરિયમની બેઠકો ફૂલ થઇ હતી, અનેક કાર્યકરોને ઉભા રહેવાની ફરજ પડી હતી. કેટલાક લોકો ઓડિટોરિયમમાં લોબીમાં ઊભા રહ્યા હતા. આ સમગ્ર બાબતને પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી હતી.