- સાબરકાંઠાના હિંમતનગર રાયગઢ ખાતે અનોખુ શિવદર્શન
- અમદાવાદના હસમુખ પટેલ દ્વારા માત્ર બે પેનથી શિવની ૫૦૦થી વધુ કલાકૃતિઓ પ્રદર્શીત કરાઈ
- ભારતના બાર શિવલિંગ ઓ મ પ્રદર્શન બાદ હવે તમામ ગામડાઓમાં પણ શરૂઆત
સાબરકાંઠા- અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે, તેઓ જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે તેમજ 18 વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને 500થી વધારે ચિત્રો બનાવ્યા છે. જો કે તેમને માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. સાથે-સાથે ચિત્રો બનાવવા માટે તેમને કોઈ વિશેષ તાલીમ મેળવી નથી, પરંતુ સ્વયં પૂર્ણ નથી તેઓ ભગવાન શિવ શંકરના વિવિધ પ્રસંગોની આબેહૂબ કાગળ પર પ્રતિમા અલંકારીત કરે છે.
![શિવ દર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sbr-01-shiv-avbb-10044_04092021165524_0409f_1630754724_334.jpg)
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોના કથા ચિત્ર પ્રદર્શનમાં મૂકાયા છે
હસમુખભાઇએ શિવ તાંડવ, ગંગાવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોને આવરી લઇ તેમને કેટલીક કૃતિઓ બનાવી છે. જો કે, તેઓએ ભારતભરમાં આવેલા ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોની કથા ચિત્ર પ્રદર્શનમાં મૂક્યા છે. સાથોસાથ તમામ જ્યોતિર્લિંગોના મંદિરોમાં તેમને આ પ્રદર્શન કર્યા બાદ હવે શિયાળાના ગ્રામજનો માટે પણ ભગવાન શિવના વિવિધ દર્શનનો લાભ આપવા ગામડા સુધી પ્રદર્શનની શરૂઆત કરી છે.
500થી વધારે કૃતિ પ્રદર્શિત કરી
જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢ પાસે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં માત્ર લાલ અને કાળા રંગના ઉપયોગ થકી 500થી વધારે કૃતિ પ્રદર્શિત કરી છે. હસમુખભાઇ પટેલના મતે ભગવાન શિવ એ માત્ર દર્શનાર્થીઓ માટે જ છે, તેમને 2006થી સોમનાથ મહાદેવથી શરૂઆત કરી હતી. જે શિવ દર્શન યાત્રા 2018માં ઘૂસમેશશ્વર મહાદેવ ખાતે પૂરી કરી. હવે આગામી સમયમાં ગુજરાતના શિવ મંદિરોમાં શ્રાવણ પર્વ નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરી સમાજના છેવાડાના માનવી સુધી સામાજિક ક્રાંતિ લાવવાના વિશેષ પ્રયાસ કરી રહ્યા છે.
![શિવ દર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sbr-01-shiv-avbb-10044_04092021165524_0409f_1630754724_955.jpg)
સવારે 11થી સાંજે પાંચ સુધી ભાવિક ભક્તો પ્રદર્શનનો લાભ મેળવશે
હિંમતનગર ખાતે આગામી ત્રણ દિવસ સુધી પ્રદર્શન યોજાયું છે. જેમાં સવારે 11થી સાંજે પાંચ સુધી ભાવિક ભક્તો તેનો લાભ મેળવી શકશે. જો કે, આ તબક્કે સાબરકાંઠાના હિમતનગર ખાતે યોજાયેલા શિવ દર્શનનો લાભ સ્થાનિક ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકો પણ ખુબ મોટી સંખ્યામાં મેળવે છે, ત્યારે અમદાવાદથી આવેલા રાયગઢના વૈજનાથ મંદિરના દર્શન કરી જીવનની ધન્યતા ગણાવી હતી. સાથોસાથ શિવદર્શન પગલે રોમાંચિત થઈ પોતાના જીવનમાં શિવને સ્થાન આપવા અપીલ કરી હતી.