સાબરકાંઠાઃ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ સેવાની સરવાણી વહાવી રહી છે, ત્યારે હિંમતનગરના સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હિંમતનગર શહેરમાં છૂટક મજૂરી કરતા જરૂરીયાતમંદ 200 પરીવારને શાકભાજી કિટસ કલેકટર સી.જે.પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરીવાર તેમજ ડાંગરેજી મહરાજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ પરીવારો જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
જોકે વિવિધ સહાયની વચ્ચે હજુ પણ સાબરકાંઠા જિલ્લામાં કેટલાક લોકો વિવિધ સહાયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આવા લોકોને સહાય પ્રાપ્ત થાય તે જરૂરી છે.