- સાબરકાંઠામાં કેળના પાકને વાવાઝોડાથી નુકસાન
- બાગાયત ખેતીમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો
- હિંમતનગર વિસ્તારમાં વાવાઝોડાથી કેળનો પાક નિષ્ફળ
સાબરકાંઠા : સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે લાખો રૂપિયાનું નુકસાન સર્જાયું છે. જો કે, સાબરકાંઠામાં હિંમતનગર વિસ્તારમાં કેળના પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે બાગાયતી ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકનું ચલણ વધ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાના પગલે કેળના પાકને નુકસાન સર્જાયું છે. કેળના પાકમાં નવા પાંદડા તેમજ ફૂલ ખરી પડતા ખેડૂતોને ભારે ભોગવવાનું આવ્યું છે. સામાન્ય સંજોગોમાં નવા પાંદડા તેમજ ફુલ યોગ્ય માત્રામાં હોય તેમ જ વધુ લંબાઈ ન હોય તો ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ ફાયદો થતો હોય છે, પરંતુ આ વખતે તૌકતે વાવાઝોડાના પગલે તમામ પાક ધોવાણ ચૂક્યો છે, જેના પગલે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો - 500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ખેડૂતોનો અસંતોષનો સૂર
વાવાઝોડાથી કેળનો પાક નિષ્ફળ
ખેડૂતો માટે બાગાયતી ખેતીમાં સૌથી વધારે કમાણી કરી આપનારો કેળનો પાક છે. જો કે, આ વર્ષે સર્જાયેલા તૌકતે વાવાઝોડાના પગલે કેળના પાકમાં નવા પાન તેમજ નવા ફુલની સંખ્યા ગત વર્ષો કરતાં ઘણી ઓછી જોવા મળી છે. આ સાથે મોટાભાગના કેળના ઝાડ ધરાશાયી થઇ જતાં ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોને આર્થિક દ્રષ્ટિએ મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે બાગાયતી ખેતીમાં નુકસાન પામેલા ખેડૂતોને સહાય કરવામાં આવે તો સમગ્ર સેક્ટરમાં તેજી આવી શકે તેમ છે, ત્યારે જોવું રહેતા મામલે આગામી સરકાર કેવા અને કેટલા પગલા ભરે છે.
આ પણ વાંચો -
- તૌકતે વાવાઝોડાની સુરતમાં અસર - પલસાણા અને કામરેજ તાલુકામાં 413.11 હેક્ટરમાં કેળાંના પાકને 33 ટકાથી વધુ નુકસાન
- મંડળીઓએ કેળાંના ભાવ વધારતા વેપારીઓએ રિંગ બનાવી ખરીદી બંધ કરી
- તૌકતે વાવાઝોડાની અસર, આણંદમાં ફળોના ભાવ આસમાને
- તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં
- ઉપલેટા પંથકમાં તૌકતે વાવાઝોડાને કારણે કેળની ખેતી કરતા ખેડૂતોની બેઠી માઠી દશા