- ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર બાઈક ચોરી કરનારી ગેંગ ઝડપાઈ
- પોલીસે 52 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો, 13 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- ગેંગનો મુખ્ય આરોપી ગુજરાત અને રાજસ્થાનમાં મોસ્ટ વોન્ડેટના લિસ્ટમાં છે
સાબરકાંઠાઃ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર બાઈકની ચોરી કરતી બાજ નામની ગેંગને પોલીસે પકડી પાડી છે. સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે આ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનો મુખ્ય આરોપી શકીલ પઠાણ અન્ય ત્રણ સાગરિતો સાથે ગુજરાત તેમજ રાજસ્થાનના બોર્ડર નજીકના તાલુકાઓમાં રેકી કરી બાઈક ચોરી કરતો હતો. આમાં તેના અન્ય ચાર ઈસમો પણ ભાગીદાર હતા. આ ગેંગ બાઈકનું લોક તોડી તેને તરત જ રાજસ્થાનમાં ઓછી કિંમતે વેંચી દેતી હતી. સાથોસાથ ગાડીના એન્જિન નંબર અને ચેચીઝ નંબર દૂર કરી નંબર પ્લેટ પણ બદલી નાખતા હતા.
નંબર પ્લેટ વગરની બાઈક ચલાવતા ચાર યુવકને પોલીસે પકડ્યા એટલે મામલાનો પર્દાફાશ થયો
સાબરકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ઈડર હિમ્મતનગર રોડ પર સાઈબાબા મંદિર નજીક નંબર પ્લેટ વિનાની બાઈક ચલાવતા ચાર યુવકને કોર્ડન કર્યા હતા. તેમની તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ગેંગે ઘણી બાઈક ચોરી હોવાનું પણ ખુલ્યું છે.
બાજ ગેંગનો તરખાટ હવે થશે બંધ
ગુજરાત રાજસ્થાન બોર્ડરના તમામ તાલુકાઓમાં ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાઈકની ઉઠાંતરીના બનાવ વધી ગયા હતા. એટેલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. અને છેવટે આ બાજ ગેંગ ઝડપાઈ હતી.
બાજ ગેંગનો મુખ્ય આરોપી શકીલ પઠાણ અન્ય પણ કેટલાક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ હતો. જિલ્લા પોલીસે આ મામલે હજી પણ ઊંડાણપૂર્વકની તપાસ યથાવત્ રાખી આરોપીઓના ગુનાહિત ઈતિહાસ તપાસશે તો અનેક ગુનાનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.