ETV Bharat / state

હિંમતનગરમાં બેરોજગારી નોંધણીની શરૂઆત, કોંગ્રેસ આગામી સમયમાં આંદોલન કરશે - બેરોજગારી નોંધણીની શરૂઆત

મંગળવારે સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં યુવાનોને બેરોજગારી મુદ્દે આંદોલન ઉભું કરવા માટે એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાત કક્ષાએ આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

ETV BHARAT
બેરોજગારી નોંધણીની થઇ શરૂઆત, કોંગ્રેસ આગામી સમયમાં કરશે આંદોલન
author img

By

Published : Jan 28, 2020, 6:40 PM IST

હિંમતનગર: ગત કેટલાક સમયથી ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ બેરોજગારીના દરમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત મોંઘવારી અને ભ્રષ્ટાચારના વધતા બનાવોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્ય કક્ષાએ બેરોજગારીના મુદ્દે આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

બેરોજગારી નોંધણીની થઇ શરૂઆત, કોંગ્રેસ આગામી સમયમાં કરશે આંદોલન

મિસકોલ નંબર દ્વારા બેરોજગાર રાષ્ટ્રીય રજીસ્ટારની નોંધણી કરી સમગ્ર દેશમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સામે રોજગારી આપવા માટે એક મુહિમ ચલાવવામાં આવશે. જેના પગલે મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં મિસકોલ નંબર ચેક કરવામાં આવ્યો હતો અને હવે દરેક બેરોજગારને આ નંબર ઉપર મિસકોલ કરાવવામાં આવશે. જેનાથી જે-તે વ્યક્તિ રાષ્ટ્રીય રજીસ્ટારમાં નોંધણી કરાવી શકશે અને આગામી સમયમાં આ તમામ બેરોજગારીના આંકડાઓ સરકાર સામે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે સરકાર સામે રોજગારી આપવા માટે માગ કરવામાં આવશે.

કોંગ્રેસ પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે આંદોલન ઊભું કરી ન્યાય માટે ઉગ્ર આંદોલનની રણનીતિ અપનાવવામાં આવશે.

Intro:આજે સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે હિંમતનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં યુવાનો ને બેરોજગારી મુદ્દે આંદોલન ઉભું કરવા માટે એક મિસ કોલ નંબર જાહેર કરી આગામી સમયમાં ગુજરાત કક્ષાએ આંદોલન કરવાની શરૂઆત કરી હતી.Body:
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ બેરોજગારીનો દર વધતો જઈ રહ્યો છે તેમજ મોંઘવારી અને ભ્રષ્ટાચાર ના વધતા બનાવોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્ય કક્ષાએ બેરોજગારીના મુદ્દે આંદોલન કરવાની શરૂઆત કરાઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેનાથી બેરોજગાર રાષ્ટ્રીય રજીસ્ટાર ની નોંધણી થકી ગુજરાત સહિત દેશ લેવલે બેરોજગારી મુદ્દે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સામે રોજગારી આપવા માટે એક મુહિમ ચલાવવામાં આવનાર છે જેના પગલે આજે સાબરકાંઠા જિલ્લામાં મિસ કોલ નંબર ચેક કરી દરેક બેરોજગારને આ નંબર ઉપર મિસકોલ કરાવવામાં આવશે જેનાથી જે તે વ્યક્તિ રાષ્ટ્રીય રજીસ્ટાર મા નોંધણી કરાવી શકશે અને આગામી સમયમાં આ તમામ બેરોજગારીના આંકડા ઓ સરકાર સામે રજૂ કરવામાં આવશે તેમ જ તાત્કાલિક ધોરણે સરકાર સામે રોજગારી આપવા માટે માંગ કરવામાં આવશે જો કે હજુ સુધી સમગ્ર રાજ્ય સહિત દેશ લેવલ આવી રાષ્ટ્રીય નોંધણી થઇ શકી નથી ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા થી શરૂ થયેલી બેરોજગાર મુદ્દે નોંધણી રાજ્ય સરકાર સામે કેવા અને કેટલા આવે છે એ પણ મહત્ત્વનું બની રહે છે.જોકે સાબરકાંઠામાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કોઈપણ હદે કોઈપણ વ્યક્તિ સામે લડી લેવાશે તેમ જ આંદોલન ઊભું કરી ન્યાય માટે ઉગ્ર આંદોલનની રણનીતિ અપનાવવામાં આવશે..

બાઈટ: પ્રિયવદન પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ સાબરકાંઠા
Conclusion:જોકે આગામી સમયમાં આંદોલન થકી કોંગ્રેસને કેટલી સફળતા મળશે તો આગામી સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.