ETV Bharat / state

અર્જુન મોઢવાડિયા હિંમતનગરની મુલાકાતે, AAP ને ગણાવી ભાદરવાના ભીંડા સમાન - Gujarat News

2022ની વિધાનસભાની ચૂંટણીઓની જાણે કે પૂર્વ તૈયારી હોય તેમ ગુરુવારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લઇ આમ આદમી પાર્ટીના કાર્યકરો પર થયેલા હુમલાને વખોડી ભાજપની આડેહાથ લીધા બાદ આમ આદમી પાર્ટીને ભાદરવાના ભીંડા સમાન ગણાવી હતી.

Arjun Modhwadia in Himmatnagar
Arjun Modhwadia in Himmatnagar
author img

By

Published : Jul 1, 2021, 5:25 PM IST

  • ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સાબરકાંઠામાં AAP પર થયેલા હુમલાને વખોડયો
  • AAPને ભાદરવાના ભીંડા સમાન ગણાવી
  • કોંગ્રેસ ગુજરાત માટે બનશે વિકલ્પ

સાબરકાંઠા : 2022 ની વિધાનસભાની (2022 Assembly Election) ચૂંટણીઓની જાણે કે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હોય તેમ ગુરુવારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ (Former State President of Gujarat Congress) અર્જુન મોઢવાડિયાએ હિંમતનગરમાં એક દિવસીય મુલાકાત (One day visit) લઇ બુધવારે થયેલા હુમલા મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. સાથો સાથ AAPને પણ ચૂંટણી પહેલા ગુજરાતને જાણવાની શિખામણ આપી હતી. આમ આદમી પાર્ટીને ભાદરવાના ભીંડા સમાન ગણાવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા ભાજપના શાસન સામે અડીખમ લડતાં રહેવાનું તેમજ ગ્રાસરૂટ લેવલનું સંપૂર્ણ મેનેજમેન્ટ (Complete management of grassroots level) હોવાની વાત કરી હતી.

અર્જુન મોઢવાડિયાએ ​હિંમતનગરની મુલાકાત લીધ

2022 ની ચૂંટણી સમગ્ર ગુજરાત માટે રસાકસી પૂર્ણ

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપને ચૂંટણીમાં પરાસ્ત કરવા માટે સૌ કોઈએ 100 ઉપર છે. સાથોસાથ ગુજરાતમાં ચૂંટણી લડતા પૂર્વે ગુજરાતને જાણવું જરૂરી છે તેમ જણાવી આમ આદમીના કાર્યકર્તાઓને અહંકાર ન કરવા જણાવી આગામી સમય માટે મજબૂત લડાઈ લડવા જણાવ્યું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે, એક તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસને ત્રીજા પક્ષ તરીકે જોઇ રહી છે. જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ દૂર થવાની વાત કરતું નજરે પડે છે. 2022 ની ચૂંટણી (2022 Assembly Election) સમગ્ર ગુજરાત માટે રસાકસી પૂર્ણ યોજાશે તે નક્કી છે. જોકે વિજયી કોણ બનશે એ તો સમય- સંજોગ મુજબ જાણી શકાશે, પરંતુ હાલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પોતાને સત્તાનો સરતાજ માનતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ લીધી ગોધરા કોવિડ કેર સેન્ટરની મુલાકાત

આમ આદમી પાર્ટી ભાદરવાના ભીંડા સમાન

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ (Former State President of Gujarat Congress) અર્જુન મોઢવાડિયાએ ગુરુવારે હિંમતનગર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હાલમાં કોંગ્રેસને ત્રીજા પક્ષ તરીકે ભલે જોતી હોય, પરંતુ હાલમાં તેની સ્થિતિ ભાદરવાના ભીંડા સમાન છે. એક તરફ તેના મૂળ નખાયા નથી તો બીજી તરફ વડલાની જેમ ફેલાઇ ચૂકેલા કોંગ્રેસ પક્ષને ત્રીજા નંબરે રહેવાની વાત કરે છે, જે અસ્થાને છે. સાથો સાથ ચૂંટણી સમયે આવા પક્ષો આવતા હોય છે. આમ આદમી પાર્ટીને ગત ચૂંટણીમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી. સાથો સાથ ટિકિટ મેળવીને ચૂંટણી લડેલા ઉમેદવારોની ડિપોઝીટ પણ દૂર થઇ છે, ત્યારે અત્યારથી જ અભિમાન રાખી રહેલી પાર્ટીએ ગુજરાતને સમજવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો : જેતપુર-પોરબંદર પાઈપલાઈન યોજના સામે જનઆંદોલનના મંડાણ, અર્જુન મોઢવાડિયાની આગાવાનીમાં આકાર લઈ રહ્યું છે જનઆંદોલન

ગુજરાતની ચૂંટણી કોણ જીતશે એ તો સમય જ બતાવશે

છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના રાજમાં સ્થાનિક જનતા પિસાઈ રહી છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતનો વિકલ્પ બનશે તેમજ સ્થાનિક જનતા આ વખતે કોંગ્રેસની સાથે રહી તેને જીત અપાવશે. આગામી સમયમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ગુજરાતની ચૂંટણી (Election) કોણ જીતશે એ તો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.